સુરત: શહેરમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. મોરા ટેકરામાં ફટાકડાનો ગંધક સળગાવતા કિશોર ગંભીર રીતે દાઝ્યો હતો. બે ફટાકડા નહીં ફૂટતા ગંધક ભેગી કરીને સળગાવી હતી, જેમાં અચાનક ભડકો થતાં મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યારે વાલીઓએ દિવાળીના સમયમાં તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, ગમે ત્યારે અનિચ્છીય બનાવ બની શકે છે.
બીજી તરફ સુરત રેલવે સ્ટેશને દિવાળીના તહેવારની રજાઓના પગલે શનિવારે ભારે ભીડ જોવા મળી હતી અને ભીડને કારણે ધક્કામુક્કી થતા એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે ત્રણ લોકો બેભાન થઈ ગયા હતા. છપરા જતી ગંગા એક્સપ્રેસ ટ્રેન જ્યારે સુરતના રેલવે સ્ટેશને પહોંચી ત્યારે એક સાથે જ લોકો ટ્રેનમાં ચઢતી વખતે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. આ ધક્કામુક્કીમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ત્રણ લોકો બેભાન થતા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
રેલવે સ્ટેશન પર ભારે ભીડ હોવાથી કન્ફર્મ ટિકિટ ધરાવતા મુસાફરો પણ ટ્રેનમાં ચડી શક્યા ન હતા. ટ્રેન પકડવામાં મુસાફરો ઊમટી પડતા અફરાતફરી મચી જવા પામી હતી, જેમાં અનેક લોકો ભીડમાં દબાઈ ગયા હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, જો કે પોલીસકર્મીઓ તાત્કાલિક ધોરણે બેભાન થયેલા લોકોની મદદે આવી પહોંચ્યાં હતા અને પાણી છાંટીને, માઉથ બ્રિધિગ આપીને જીવ બચાવ્યો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પીએના ભાઈની ઓળખ આપીને 10 યુવક-યુવતીઓ સાથે રૂ.2.32 લાખની ઠગાઇ- Gujarat Post | 2023-11-18 10:06:35
સુરત રેલવે સ્ટેશન પર પેસેન્જર્સનું કિડીયારું ઉભરાયું, એકને હાર્ટએટેક, ત્રણ મૂર્છિત- Gujarat Post | 2023-11-11 10:56:32
વધુ એક ભ્રષ્ટ બાબુની દિવાળી એસીબીએ બગાડી, કોસંબાના PSI રૂ. 50 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2023-11-10 11:37:11
સુરત સામૂહિક આત્મહત્યા કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, મનીષના બિઝનેસ પાર્ટનરની ધરપકડ કરાઇ | 2023-11-09 10:12:22