Tue,07 May 2024,3:34 pm
Print
header

સુરતમાં વધુ બે યુવકોના અચાનક મોત, હાર્ટએટેકની આશંકા- Gujarat Post

(Demo Pic)

સુરતઃ શહેરમાં યુવાનોમાં અચાનક મોતનો સિલસિલો વધી રહ્યો છે, કતારગામમાં 34 વર્ષીય યુવાન અને લસકાણાના 33 વર્ષીય યુવાનની અચાનક તબિયત બગડતા તેમના મોત નીપજ્યાં હતા. બંનેના મોતનું કારણ હાર્ટએટેક માનવામાં આવી રહ્યું છે. માન દરવાજા ખાતે બાગલ મહોલ્લામાં રહેતો 34 વર્ષીય આરીફ ગની કતારગામ જી.આઇ.ડી.સીમાં કાપડના યુનિટમાં ટેમ્પામાંથી માલસામાન ખાલી કરતો હતો, ત્યારે તેમની અચનાક તબિયત બગડતા ચક્કર આવ્યાં બાદ ઉલ્ટી થઇ હતી. બાદમાં તે બેભાન થઇ જતા સારવાર માટે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે ટેમ્પો ચાલક હતો. તેને ત્રણ સંતાનો છે.

બીજા બનાવમાં લસકાણામાં વિપુલનગર પાસે પ્રભુદર્શન સોસાયટીમાં રહેતો 33 વર્ષીય ચિત્રશેન બહેરાની ઘરમાં અચાનક તબિયત લથડતા ઢળી પડયો હતો. જેથી 108ને જાણ થતા ત્યાં પહોચીને તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.ચિત્રસેન સંચાખાતામાં કામ કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર છે.

ગુજરાતમાં હાર્ટ એટકેની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રોજેરોજ ગુજરાતમાં હાર્ટ એટેકથી ચારથી પાંચ લોકો મોતને ભેટી રહ્યાં છે, રાજ્યમાં છેલ્લા છ મહિનામાં હૃદયરોગના હુમલાને કારણે કુલ 1,052 લોકોએ જીવ ગુમાવ્યાં છે, જેમાંથી 80 ટકા લોકો 11-25 વર્ષની વય જૂથના હતા. રાજ્યમાં 108 એમ્બ્યુલન્સ સેવાને દરરોજ હૃદયરોગને લગતા સરેરાશ 173 કોલ આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch