Fri,26 April 2024,6:00 pm
Print
header

સુરતમાં મુખ્યમંત્રીએ તિરંગા પદયાત્રાનું કરાવ્યું પ્રસ્થાન, હર્ષ સંઘવીએ કહ્યું- આઝાદી જેવો માહોલ – Gujarat Post

(સુરતમાં યોજાઈ તિરંગા પદયાત્રા)

તિરંગા પદયાત્રાને લઈને સુરતીઓમાં ઉત્સાહ

નિવૃત્ત સૈનિકો, વિદ્યાર્થીઓ થયા સામેલ

સુરતઃ પીએમ મોદીએ તેમના માસિક રેડિયો કાર્યક્રમમાં હર ઘર તિરંગા અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો અને પોતાના સોશિયલ મીડિયા ડીપી પણ બદલ્યો હતો. ત્યાર બાદ બુધવારે દિલ્હીમાં ભાજપના સાંસદોએ તિરંગા બાઇક રેલી કાઢી હતી.આજે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં તિરંગા પદયાત્રા યોજાઈ હતી.આ પદયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી હતી. જેમાં મોટી સંંખ્યામાં લોકો જોડાયા હતા.

સુરતની 'હર ઘર તિરંગા પદયાત્રા'માં નિવૃત્ત સૈનિકો પણ સામેલ થયા છે. આ સિવાય અનેક વિદ્યાર્થીઓ, ફાયરબ્રિગેડ, પોલીસ, પોલીસ બેન્ડ અને NCC પણ આ પદયાત્રામાં સામેલ થયા છે. હજારો વિદ્યાર્થીઓ પદયાત્રામાં જોડાવવા લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પહોંચ્યાં હતા.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, 'આઝાદીના 75માં વર્ષે દેશમાં એકતાની લહેર જાગી છે. ગુજરાતના ઘરેઘરે તિરંગા લહેરાવવાના છે.આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે.તિરંગો ભેટમાં લેવાને બદલે તિરંગો ખરીદીને ઘરે લહેરાવજો. સૌ ગુજરાતીઓ આ યાત્રામાં સહભાગી થાય તેવા પ્રયત્નો કરજો.'

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch