Sat,27 April 2024,5:02 pm
Print
header

સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય- Gujarat Post

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં ધો.7માં ભણતા એક વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થીને ગુદાના ભાગે દુઃખાવો થતો હોવાની વાત ઘરે કરી હતી અને નરાધમ તેમનું ઘર જોઇ ગયો હોવાથી પિતાને આ ઘર છોડીને અન્ય જગ્યાએ જવાનું કહેવા આ કેસ સામે આવ્યો હતો.

પાંડેસરા વિસ્તારમાં રહેતો અને ધો. 7 માં અભ્યાસ કરતા 13 વર્ષીય કિશોરે ધુળેટીના દિવસે સાંજે તેના પિતાને કહ્યું હતું કે આપણે આ ઘર ખાલી કરી અન્ય કોઇ જગ્યાએ રહેવા જતા રહેવું છે. તેના પિતાએ તેની વાત ઉપર ધ્યાન આપ્યું ન હતું. જો કે ગુદામાં દુઃખાવો થઇ રહ્યો હોવાથી તેણે બીજા દિવસે ઘર ખાલી કરવાનું કહેતા પિતાએ કારણ પુછયું હતું. કિશોરે કહ્યું કે અમિત પાંડે મને હેરાન કરે છે. તેણે આપણું ઘર જોઇ લીધું છે એમ કહી રડવા લાગ્યો હતો.

પિતાએ તેને સાંત્વના આપી પૂછપરછ કરતા તેણે કહ્યું કે ધુળેટીના દિવસે મિત્રો સાથે ધુળેટી રમ્યાં બાદ સોસાયટીની બહાર સાઇકલ ફેરવતો હતો ત્યારે અમીત મોપેડ લઇને આવ્યો હતો, મને મોપેડ ઉપર બેસવા કહ્યું હતું. પરંતુ ઇન્કાર કરતા પાછળ-પાછળ સોસાયટીમાં આવ્યો હતો અને ચલ મેરી ગાડી પે બેઠ જા થોડી દેર મે વાપસ આતે હે એમ કહેતા હું મોપેડ પર બેસી ગયો હતો. ત્યાર બાદ અમિતે મને ઘર નજીક પંચવટી સોસાયટીના ખંડેર મકાનમાં લઇ જઇ દરવાજો અંદરથી બંધ કરીને કાતર બતાવીને મુખ મૈથુન કરાવ્યું હતુ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતું.

મુખ મૈથુન કરવાનો ઇન્કાર કરતા મારી નાંખવાની ધમકી આપી હતી અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતુ. આ વાતની જાણ થતા માતા-પિતા ચોંકી ગયા હતા અને અમિત કોણ છે એવું પુછ્યું હતું. જેના જવાબમાં તેણે કહ્યું હતું કે તેના મિત્રના પપ્પાની દુકાન પાસે અમિત બેસી રહે છે જેથી તેને ઓળખતો હોવાનું કહ્યું હતું. ઘટના અંગે પિતાએ બાળક સાથે પિશાચી કૃત્ય કરનાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અમિત પાંડેની ધરપકડ કરી છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch