Thu,02 May 2024,3:03 am
Print
header

પાછો કોરોનાનો ડર, કેસ વધતા રાજકોટ જિલ્લાની શાળાઓમાં વિદ્યાર્થીઓને ફરજિયાત માસ્ક પહેરવા આદેશ- Gujarat post

સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝેશન સહિતની તકેદારી રાખવા સૂચના

રાજકોટ મનપા કમિશનરે કોરોનાના કેસ ઓછા છતા ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા આદેશ કર્યો

રાજકોટઃ જિલ્લા અને શહેરમાં વિદ્યાર્થીઓને માસ્ક ફરજિયાત પહેરવા આદેશ કરવામાં આવ્યો છે.રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી બીએસ કૈલા દ્વારા પત્રકાર પરિષદ સંબોધી જાણકારી આપવામાં આવી છે, રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ કોરોનાના કેસ વધતા ઝડપી નિર્ણય કર્યો છે.આદેશ અનુસાર વિદ્યાર્થીઓએ શાળામાં ફરજિયાત માસ્ક પહેરીને જ આવવા કહેવાયું છે. કોરોનાના કેસ ઘટતા અગાઉ અમુક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ હવે ફરી કોરોનાની નવી લહેરને પગલે નિયમો ફરી લાગુ થઈ રહ્યાં છે, તેનું કડક અમલીકરણ કરાવવા આદેશ કરાયા છે.

રાજકોટ જિલ્લા અને શહેરમાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લઇને જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલા દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધોરણના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં  આવ્યો છે. આ સિવાય અધિકારીએ તમામ સ્કૂલોને કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે જરૂરી તકેદારી રાખવા કહ્યું છે, કોવિડ-19 માટે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા સૂચના અપાઈ છે.

રાજકોટ સહિત ગુજરાતભરમાં કોરોનાનું સંક્રમણ વધવાના ડરથી રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ કોરોનાના કેસ ઓછા હોવા છતા ટેસ્ટની સંખ્યામાં વધારો કરવા આદેશ કર્યો હતો. તેમણે દૈનિક 900 ટેસ્ટથી વધારી 1500 ટેસ્ટ કરવા આદેશ કર્યો હતો.આ સાથે રાજકોટ મનપાએ લોકોને માસ્ક પહેરવા અપીલ કરી હતી, કોવિડ 19 સંક્રમણ અટકાવવા માટે જરૂરી તકેદારી રાખવા સલાહ આપી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch