Fri,26 April 2024,11:20 am
Print
header

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો આખો પરિવાર કોરોનાથી સંક્રમિત, જાણો ટ્વિટ કરી શું કહ્યું ?

મુંબઇઃ દેશ કોરોના વાયરસ મહામારીના સંકટનો સામનો કરી રહ્યો છે. સામાન્ય લોકોથી લઈને દેશની ખ્યાતનામ હસ્તીઓ પણ આ રોગની ઝપેટમાં છે. હવે સમાચાર આવ્યા છે કે બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી કુંદ્રાનો (Shilpa Shetty Kundra) આખો પરિવાર કોરોના વાયરસનો (Coronavirus) ભોગ બન્યો છે. તેમની 1 વર્ષની પુત્રી સમિશા (Samisha) પણ આ બીમારીનો શિકાર બની છે.

શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું, 'મારા પરિવાર માટે 10 દિવસ ખૂબ જ મુશ્કેલ હતા. પહેલા મારા સસરા કોરોના વાયરસ(Coronavirus)થી સંક્રમિત થયા. બાદમાં મારા પતિ રાજ, મારા માતા, સમીશા અને વિવાન પણ સંક્રમિત થયા હતા. દરેક કોરોના ગાઈડલાઈનનું પાલન કરી રહ્યાં છે. તમામ લોકો પોત-પોતાના અલગ-અલગ રૂમમાં રહે છે અને ડૉક્ટરની સલાહ પર ચાલી રહ્યાં છીએ. આ સાથે જ તેણે કહ્યું તેમના ઘરના બે કર્મચારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમની સારવાર ચાલી રહી છે. આ સાથે જ શિલ્પા શેટ્ટીએ કહ્યું કે ભગવાનની કૃપા છે દરેક લોકો સ્વસ્થ થઈ રહ્યાં છે. તમામને માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ કરવા અને માનસિક રીતે સકારાત્મક થવાનો આગ્રહ કર્યો છે.

ગત વર્ષે 2020માં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને દિકરી આરાધ્યા કોરોનાથી સંક્રમિત થયા હતા. આ વર્ષે અક્ષયકુમાર, ગોવિંદા, આમિરખાન, કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકરન, કેટરીના કૈફ, વિક્કી કૌશલ સહિત અન્ય કલાકારો પણ કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત થયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch