Tue,21 May 2024,3:42 pm
Print
header

મોરબી દુર્ઘટનાઃ મચ્છુ નદીમાં ચોથા દિવસે પણ યથાવત છે સર્ચ ઓપરેશન, આજે રાજ્યવ્યાપી શોક- Gujarat Post

મોરબીઃ મચ્છુ નદી પર આવેલો ઝુલતો પુલ તુટી પડ્યાની ઘટનાને આજે ચોથો દિવસ છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 135 લોકોના મોત થયા હોવાના દાવો કરવામાં આવ્યો છે, ચોથા દિવસે પણ મચ્છુ નદીમાં સર્ચ ઓપરેશન શરૂ છે. NDRFના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ રાકેશ કુમારે ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે શોધ ચાલુ છે.

મોરબીની ઘટનાને પગલે આજે રાજ્યવ્યાપી શોકનું એલાન કરવામાં આવ્યું છે. જેથી મૃતકોને શ્રદ્ધાંજલી આપવા રાજ્યવ્યાપી શોક પાળવામાં આવશે અને ઇમારતોમાં અડધી કાઠીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે. તેમજ કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં.

મોરબી બ્રિજ દુર્ઘટનાના ત્રીજા દિવસે PM મોદીએ મોરબીની મુલાકાત લીધી હતી.વડાપ્રધાન મોદીએ બ્રિજનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. મોરબીમાં અકસ્માત સ્થળ પર જઇને બ્રિજ દુર્ઘટનાનો તાગ મેળવ્યો હતો અને સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં અસરગ્રતો સાથે વાત કરી હતી. મોદીની અધ્યક્ષતામાં મોરબી SP કચેરી ખાતે હાઈલેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યાં પુલ દુર્ઘટનાની સમીક્ષા કરાઇ હતી. મોદીએ સૂચના આપી છે કે આ ગોઝારી ઘટનામાં એક-એક કડીની ઝીણવટભરી તપાસ કરવી અને જવાબદારો સામે કાર્યવાહી કરવી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch