Tue,21 May 2024,11:12 pm
Print
header

મોરબીઃ મચ્છુ નદીમાં હજુ પણ ચાલુ છે સર્ચ ઓપરેશન, જુઓ વીડિયો-Gujarat Post

(વીડિયોમાંથી લીધેલો સ્ક્રીનશોટ)

દુર્ઘટના બાદ મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી છે

મોરબીમાં સતત બીજા દિવસે બજારો બંધ

મોરબીઃ મચ્છુ દુર્ઘટના બાદ હજુ પણ નદીમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. આજે સવારથી નદીમાં ફરી મૃતદેહોની શોધખોળ શરુ કરવામાં આવી છે. વહેલી સવારે NDRFના જવાનો આધુનિક મશીનો સાથે અને સેનાના જવાનો સાથે મળીને કામે લાગી ગયા છે. દુર્ઘટના બાદ મૃતદેહો શોધવા માટે જળકુંભી અવરોધ બની રહી હોવાથી જળકુંભી કાઢવા નદીમાં આધુનિક મશીન ઉતારવામાં આવ્યું છે. અત્યાર સુધી બાળકો સહિત 141 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં છે.
 
મોરબીમાં સતત બીજા દિવસે મુખ્ય બજારો બંધ છે. મેડિકલ, પાનના ગલ્લા સિવાય તમામ દુકાનો બંધ છે. મોરબીવાસીઓએ સ્વયંભૂ દુકાનો બંધ રાખી શોક પાળ્યો છે. મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં 141 લોકોના મોત નિપજ્યાં છે. ત્યારે આ ઘટનાથી PM નરેન્દ્ર મોદી પણ ભાવુક થયા છે, આજે PM મોદી બપોર બાદ મોરબીની મુલાકાતે જશે. જ્યાં મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત લેશે. આ અંગે મુખ્યમંત્રી કર્યાલય ખાતેથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં પીડિતોના પરિજનોને મળશે. વધુમાં મોરબી હોનારતને લઇને મોદીના આજના તમામ રાજકીય કાર્યક્રમો પણ રદ કરી  દેવામાં આવ્યા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch