Fri,26 April 2024,8:56 pm
Print
header

વડોદરાઃ સાવલીના મોક્સી ડ્રગ્સ કેસમાં સુરત જેલમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરાઇ- Gujarat Post

વડોદરાઃ સાવલીના મોક્સી ગામેથી પકડાયેલ એમ.ડી ડ્રગ્સ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સુરત જેલમાંથી ઇબ્રાહીમ હુસૈન ઓડીયાની ધરપકડ કરાઇ છે. મુંબઇના નાગપાડાનો ઇબ્રાહીમ NDPSના ગુનામાં સુરત જેલમાં હતો. ઇબ્રાહીમે આરોપી દિનેશ પાસેથી 200 કિલો એમ.ડી ડ્રગ્સ ખરીદ્યું હતું. વડોદરાની એનડીપીએસ કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે એટીએસની પૂછપરછમાં વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા છે. અગાઉના 6 આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને વડોદરા જેલમાં મોકલવામાં આવ્યા છે.

વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીમાંથી 1125 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. જે મામલે ડ્રગ્સ માફિયાઓએ 4200 લીટર મેફેડ્રોન તૈયાર કર્યાંની કબૂલાત કરી છે. આ મામલે ATSએ કંપનીના માલિક સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓને રિમાન્ડ પૂરા થતા વડોદરા જેલ ખાતે મોકલાયા છે.

રાજ્યમાં પોલીસ અને સુરક્ષા એજન્સીના સતર્કતાના દાવા વચ્ચે પણ તાજેતરમાં વડોદરામાં MD ડ્રગ્સ ઝડપાતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. ત્યાર બાદ આ મામલે પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે અને આ ડ્રગ્સકાંડને લઈને એક-એક કડીઓ જોડી પોલીસ તપાસમાં ઉતરી છે. જેના ભાગરૂપે રાજ્યભરમાં ATSની ટીમો દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ATSની ટીમો દ્વારા મોરબી, વડોદરા, ભરૂચ અને સુરત બાદ રાજકોટમાં પણ તપાસ હાથ ધરાઇ હતી.

વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામમાં આવેલી નેક્ટર કેમ નામની કેમિકલ ફેક્ટરીની આડમાં ચાલતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSએ રેડ પાડી હતી. આ રેડમાં અંદાજે રૂ. 1125 કરોડની કિંમતનું 225 કિલો MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch