Mon,29 April 2024,2:44 am
Print
header

ટેક્સચોરી...રાજકોટમાં લાડાણી, ઓરબીટ ગ્રુપ પર દરોડામાં રૂ.250 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યાં, હજુ પણ આંકડો વધશે- Gujarat Post

હજુ બે દિવસ આઇટીની તપાસ ચાલશે

કરચોરીનો આંકડો વધી શકે છે, વેપારીઓમાં ફફાડાટ

Rajkot News: રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં ઉપપ્રમુખ અને લાડાણી એસોસીએટસનાં દિલીપ લાડાણી, વિનેશ પટેલનાં ઓરબીટ ગ્રુપ સાથે સંકળાયેલી 40 સહયોગી પેઢીઓ પર આવકવેરા વિભાગનાં 150 થી વધુ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં રૂ. 250 કરોડનાં બિનહિસાબી આર્થિક વ્યવહારો ઝડપાયા છે. આવકવેરા વિભાગ દ્વારા તપાસની કાર્યવાહી હજુ બે દિવસ ચાલે તેવી સંભાવના છે. જે બાદ કરચોરીનો મોટો આંકડો સામે આવશે.

ઓરબીટ ગ્રુપ અને લાડાણી એસોસીએટસ સાથે સંકળાયેલી જુદી-જુદી પેઢીઓમાં આવકવેરા વિભાગની કામગીરી દ્વારા હાથ ધરવામાં આવી છે. બંને ગ્રુપો સાથે સંકળાયેલી સહયોગી પેઢીઓ વર્ધમાન, સ્વસ્તિક, ગેલેકસી, દેવિકા ફાઈનાન્સ, રાધિકા કોર્પોરેશનના ડાયરેકટર્સનાં ઓફિસ, રહેઠાંણ તેમજ પ્રોજેકટનાં સ્થળો પર આવકવેરા વિભાગનાં અધિકારીઓની ટીમો દ્વારા તપાસ કરાઇ છે, જેમાં કરોડો રૂપિયાનાં બિનહિસાબી આર્થિક વ્યવહારો સામે આવ્યાં છે.

જુદી-જુદી 35 થી 40 જગ્યાઓએ કરવામાં આવેલી તપાસમાં કેટલીક ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. હજુ જવેલરી, રોકડ રકમ અને બેંક લોકરો બાબતે તપાસની સત્તાવાર વિગતો જાહેર થઈ નથી. બિલ્ડર ગ્રુપ દ્વારા જુદા-જુદા વિસ્તારોમાં કરવામાં  આવેલી જમીનની ખરીદી અંગે પેમેન્ટ કઈ રીતે કરવામાં આવ્યું હતું ? તેની તપાસ કરવામાં આવ્યાં બાદ આ પ્રોજેકટમાં રોકાણ કરનારા ગ્રાહકો પર તવાઇ આવી શકે છે.

ઓરબીટ ગાર્ડનનાં પ્રોજેકટમાંથી કેટલીક મહત્વની વિગતો મળી છે. જેને આધારે કરચોરીની મોટી રકમ બહાર આવશે. લાડાણી એસોસીયટસને ત્યાંથી જે લેપટોપ મળી આવ્યું છે. તેમાં ભાગીદારો, રોકાણકારો અને કેટલા ગ્રાહકોનાં બિન હિસાબી વ્યવહારો મળી આવ્યાં છે.  નોંધનિય છે કે આ દરોડાથી રાજકોટના અન્ય બિલ્ડર ગ્રુપોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch