Mon,29 April 2024,8:25 am
Print
header

ડાયરી પકડાતા બિલ્ડરોની કરોડોની ટેક્સચોરીનો ઘટસ્ફોટ, રાજકોટમાં રૂ.500 કરોડના બેનામી વ્યવહારો મળ્યાં- Gujarat Post

બેંક લોકર ટૂંક સમયમાં ખોલવામાં આવશે

તપાસનો રિપોર્ટ જીએસટી વિભાગને સોંપવામાં આવ્યો

જીએસટી વિભાગ પણ કરશે આ કેેસની તપાસ

રાજકોટઃ વિનેશ પટેલનાં ઓરબીટ ગ્રુપ તથા રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં ઉપપ્રમુખ અને લાડાણી એસોસીએટસનાં દિલીપ લાડાણી સાથે સંકળાયેલી પેઢી પર આઈટી વિભાગે દરોડા પાડ્યાં હતા. ચાર દિવસની તપાસ બાદ રૂપિયા 500 કરોડથી વધુના બેનામી વ્યવહારો મળી આવ્યાં છે.

રાજકોટમાં બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન દરમિયાન બિલ્ડરોના હિસાબ કિતાબની ડાયરી ઇન્કમટેક્સ વિભાગને મળી છે. આ ડાયરીમાં અનેક મોટા રોકાણકારોના નામો ખુલ્યાં છે. જેમની પણ આગામી દિવસોમાં પૂછપરછ કરવામાં આવશે. ટૂંક સમયમાં બેંકના લોકરો ખોલવામાં આવશે. આઈટી ની સાથે જી.એસ.ટી ચોરીને લઇને પણ તપાસ કરવામાં આવશે.

આઇટીની જુદી જુદી ટીમો દ્વારા 20 જેટલી જગ્યાએ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં હવે પ્રોપર્ટી ખરીદનારા લોકો સામે પણ આઇટી વિભાગ કાર્યવાહી કરી શકે છે. ત્યારે આ દરોડા બાદ અન્ય બિલ્ડર લોબીમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch