(demo pic)
પ્રેમિકાને બર્થ ડે પર વિધવા બનાવી પ્રેમીએ ગિફ્ટ આપી હતી
હત્યા કર્યાં બાદ બે ઇસમો બાઇક પર ભાગતા સીસીટીવીમાં કેદ થયા હતા
પોરબંદરઃ ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે. પોરબંદરના છાયામાં આવેલા દેવજીચોકમાં નિંદ્રાધીન અવસ્થામાં યુવાનની કરપીણ હત્યાના ચકચારી બનાવમાં પોલીસે યુવાનની પત્ની અને તેના પ્રેમી તથા સાળાની ધરપકડ કરી હતી.તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જાણવા મળ્યું છે કે, જ્યારે રાજુની હત્યા કરવામાં આવી તે દિવસે તેની પત્ની કૃપાનો બર્થડે હતો.તેથી આડાસંબંધમાં આડખીલી બનતા પ્રેમિકાના પતિને પતાવી દઈને મોબાઇલ સ્ટેટસમાં પણ તેના પ્રેમીએ 'હેપ્પી બર્થ ડે જાન...!' એવું લખ્યું હતું.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે રાજુ ઓડેદરાની હત્યા થઇ તે જ દિવસે તેની પત્ની કૃપાનો જન્મદિવસ હતો. આથી તેના પ્રેમી રાજકોટનાં રેલનગરમાં રહેતા નીતેશ સુરેશ વેકરીયાએ પ્રેમિકાને બર્થડે ગિફટમાં તેને વિધવા બનાવી દીધી હોવાની કબૂલાત કરી હતી. આટલેથી નહીં અટકતા આ શખ્સે તે રાત્રે પોતાના મોબાઇલ વોટસઅપના સ્ટેટસમાં પણ 'હેપ્પી બર્થ ડે જાન...!' એવું લખાણ લખ્યું હતું. પોલીસ સમક્ષ કબૂલાત કરતા આરોપીએ એવું જણાવ્યું હતું કે, નિતેશ વેકરીયા અને રાજુનો સાળો વિશાલ સામાણી બંને રાજકોટથી મોટરસાયકલ લઇને પોરબંદર આવ્યાં હતા અને મોડી રાત્રે દીવાલ ટપીને લોખંડના પાઇપ વડે રાજુને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારબાદ તેઓ રાજકોટ પરત ભાગી ગયા હતા. આ પ્રકારની કબૂલાત આપતા પોલીસે આ બનાવમાં ત્રણેયની ધરપકડ કરી હતી.
મૃતક યુવકના પિતાએ વ્યક્ત કરેલી આશંકા બાદ પોલીસે યુવતી પર નજર રાખી હતી. જેમાં તે 8 વર્ષ પહેલા અન્ય યુવકના પ્રેમમાં હતી અને લગ્ન બાદ પણ તેની સાથે સંબંધ ચાલુ રાખ્યા હતા. તેવું સામે આવ્યું હતું. જે બાદ મોબાઇલ રેકોર્ડ અને અન્ય પુરાવાના આધારે યુવતીના પ્રેમીની પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ | 2023-11-28 20:17:44
Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ | 2023-11-28 14:59:46
Breaking News- માવઠાંને કારણે ખેડૂતોને થયેલા નુકસાન સામે સરકાર આપશે સહાય, જાણો વધુ વિગતો | 2023-11-28 14:35:26
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીમાં લોકો ઠુંઠવાયા, અનેક શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચ્યું | 2023-11-28 09:43:37
ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી | 2023-11-28 09:22:39
મોરબીમાં દલિતને માર મારવાનો કેસ, વિભૂતિ ઉર્ફે રાણીબા સહિત ત્રણ લોકોની પોલીસે કરી ધરપકડ | 2023-11-27 15:03:55
રાજ્યમાં માવઠા વચ્ચે વીજળીનો પણ કહેર, 6 વર્ષની બાળકી સહિત 17થી વધુ લોકોનાં મોત | 2023-11-27 08:07:05
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બરફની ચાદર છવાઈ, લોકોએ પરિવાર સાથે પડાવ્યાં ફોટો | 2023-11-26 10:07:53
દુનિયા ફરીથી ચિંતિત....ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે રહસ્યમય રોગ, ભારતે પણ જાહેર કરી એડવાઈઝરી | 2023-11-27 09:10:29
અમદાવાદ સહિત રાજ્યભરમાં માવઠું, કેટલીક જગ્યાએ કરા પડ્યાં, લગ્ન પ્રસંગોમાં વરસાદ બન્યો વિલન | 2023-11-26 09:57:31
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં વધી ચિંતા | 2023-11-26 09:48:01