Sat,27 April 2024,12:43 pm
Print
header

અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે

અમદાવાદઃ સમગ્ર દેશમાં હોળીનું પર્વ મનાવવામાં આવી રહ્યું છે. જેને લઈને ઉત્સાહનો માહોલ છે. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ હોવાથી આ વખતે હોળીનો રંગ પણ કલરફૂલ બન્યો છે. ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હોળી અમદાવાદમાં મનાવી રહ્યાં છે. તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.

અમિત શાહે હોળીની ઉજવણી પર કહ્યું, એક રીતે, હોળી એ અસત્ય પર સત્યની જીતનું પ્રતિક છે. આ સમાનતાનો પણ તહેવાર છે, જેમાં દરેક વ્યક્તિને આવરી લેવામાં આવે છે. આજે આખો દેશ હોળીની ઉજવણી કરી રહ્યો છે. દેશના તમામ નાગરિકોને મારી શુભેચ્છાઓ. વિશ્વભરના ભગવાન રામ ભક્તો માટે, આ ખાસ હોળી છે. આજે રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, આ અમારા માટે ખૂબ જ આનંદની વાત છે.

થોડા દિવસ પહેલા અમિત શાહે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભાજપ 300 પાર અને એનડીએ 400થી વધુ સીટો જીતશે. ઉપરાંત તેમણે જણાવ્યું કે, અમારી પાસે 10 વર્ષનો ટ્રેક રેકોર્ડ અને 25 વર્ષનો એજન્ડા છે. ગત ચૂંટણીમાં અમે 300નો ટાર્ગેટ સેટ કર્યો હતો અને 303 સીટ આવી હતી.આ વખતે એનડીએ 400થી વધુ સીટ જીતશે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch