Sun,05 May 2024,5:25 am
Print
header

ગમે તેમ બફાટ કરનારા રૂપાલાને ઘરભેગા કરવા જરૂરી, ક્ષત્રિય મહિલાઓએ જૌહરની આપી ચીમકી, બાપુએ કહી આ વાત

અમદાવાદઃ રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને હટાવવામાં આવે અને તેમને અન્ય બેઠક પર પણ ટિકિટ ન આપવામાં આવે તેવી ક્ષત્રિય સમાજની માંગ ઉગ્ર બની છે, અમદાવાદમાં ક્ષત્રિય મહિલાઓએ અલ્ટીમેટમ આપ્યું છે અને ચીમકી ઉચ્ચારી છે કે ગમે તેમ બોલનારા રૂપાલાને હટાવી દેવામાં આવે, રાજપૂત કરણી સેના આ મામલે ઉગ્ર બની રહી છે. અને જો રૂપાલાને નહીં હટાવવામાં આવે તો રાજપૂત મહિલાઓએ જૌહરની પણ ચીમકી આપી છે. જે ભાજપ અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ચિંતા વધારે તેવો મુદ્દો છે.

બીજી તરફ પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ પણ ભાજપ પર પ્રહાર કર્યાં છે, તેમને કહ્યું કે ભાજપ ક્ષત્રિય વિરોધી પાર્ટી બની ગઇ છે. તેમને આ રજવાડાઓનું અપમાન ગણાવ્યું છે. મહિલાઓની અટકાયત પર બાપુ બગડ્યાં હતા અને ચીમકી ઉચ્ચારી કે આવા મુદ્દે આખું ગુજરાત ભડકે બળી શકે છે.

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ક્ષત્રિયોને બે હાથ જોડીને આ વિવાદ શાંત કરવા અપીલ કરી છે, જો કે ક્ષત્રિયો માફી આપવાના મૂડમાં નથી, બસ એક જ માંગ છે રૂપાલાને રાજકોટ પણ નહીં અને અન્ય બેઠક પણ નહીં, ભાજપે આવા નેતાઓને બહારનો રસ્તો બતાવી દેવો જોઇએ.

ગાંધીનગરમાં સી.આર.પાટીલના નિવાસસ્થાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, રત્નાકરજી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, બળવંતસિંહ, આઈ.કે.જાડેજા,જયરાજસિંહ પરમાર, જયદ્રથસિંહ પરમાર સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch