Fri,26 April 2024,3:32 pm
Print
header

ઇંડા કે પનીર, જાણો પ્રોટીન અને બાકી પોષક તત્વોની બાબતમાં કોણ છે આગળ

અમદાવાદઃ સારી હેલ્થ માટે પ્રોટીન ઘણું જ જરૂરી છે. જો તમે મસલ્સ બનાવવાની કોશિશ કરી રહ્યા છો કે પછી વજન ઘટાડવા માંગો છો તો પ્રોટીનથી ભરપુર ચીજોનું મહત્વ સારી રીતે જાણતા હશો. જ્યારે વાત પ્રોટીનની આવે ત્યારે ઇંડા અને પનીરનું નામ સૌથી પહેલા આવે. બન્નેમાં પ્રોટીનની સાથે અન્ય પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, બી-12 અને આયર્નની હાજરી હોય છે. શાકાહારીઓ માટે પ્રોટીન માટે દાળ અને પનીર મોટા સ્ત્રોત છે પરંતુ નૉન વેજીટેરિયન પાસે બન્ને વિકલ્પ રહેલા છે. તો આવો જાણીએ પ્રોટીન શેમાં વધુ હોય છે- ઇંડા કે પનીરમાં?

એક બાફેલા ઇંડા (44 ગ્રામ)માં 5.5 ગ્રામ પ્રોટીન, ફેટ 4.2 ગ્રામ, કેલ્શિયમ 24.6 મીલીગ્રામ, આયર્ન 0.8 મીલીગ્રામ અને મેગ્નેશિયમ 5.3 મિલીગ્રામ હોય છે. 

ઈંડાની જેમ પનીરને પણ અનેક પ્રકારના ડાયેટમાં સામેલ કરી શકાય છે. 40 ગ્રામ લો ફેટ કૉટેજ ચીજ કે પનીરમાં પ્રોટીન 7.54 ગ્રામ, ફેટ 5.88 ગ્રામ, કાર્બોહાઇડ્રેટ 4.96 ગ્રામ, ફોલેટ્સ 37.32 માઇક્રોગ્રામ અને કેલ્શિયમ 190.4 મિલીગ્રામ હોય છે. 

ઇંડા અને પનીરમાં લગભગ એક જ પ્રકારના પોષક તત્વ જોવા મળે છે. પ્રોટીન ઉપરાંત, બન્ને વિટામીન બી-12, આયર્ન, કેલ્શિયમ અને અનેક પ્રકારના વિટામિન્સનો સ્ત્રોત છે. ઈંડા અને પનીર બૉડી બનાવવા માટે અને વેટ લૉસ કરવામાં મદદ કરે છે. કુલ મળીને, બન્ને વિકલ્પને જ તમે તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. 

શું થાય છે જ્યારે પ્રોટીનની કમી થઇ જાય છે ?

પ્રોટીનની કમીથી શરીરમાં એનર્જીની કમી થઇ જાય છે. વાળ ખરવા લાગે છે અને નખ નબળા પડી જાય છે. વજન ઘટવા લાગે છે અને ઇજા કે જખમ ઠીક નથી થતા. માથુ દુઃખવા જેવી સમસ્યાઓ પ્રોટીનની કમીના લક્ષણ છે. 

શરીરને દરરોજ કેટલા ટકા પ્રોટીનની જરૂર હોય છે ?

પ્રોટીનની આવશ્યતા તમારા ભાર અને તમારી કેલરી ઇનટેક પર નિર્ભર કરે છે. તમારુ કુલ કેલરીના 20 થી 35 ટકા પ્રોટીનથી આવવો જોઇએ. જો તમે પ્રતિદિન 2000 કેલેરીનું સેવન કરો છો તે તેમાં 600 કેલેરી પ્રોટીનથી આવવું જોઇએ. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar