Fri,26 April 2024,6:08 am
Print
header

વલસાડઃ દારૂ પાર્ટી માણતાં PSI, 3 કોન્સ્ટેબલ સહિત 19 ઝડપાયા, SP એ રેડ પાડતાં ખળભળાટ– Gujarat Post

અતુલ ગામની સોસાયટીમાં વલસાડ SPએ પાડી રેડ

એસપીને જોતાં જ  પીએસઆઈને વળી ગયો પરસેવો

વલસાડ: એક તરફ ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને હાહાકાર મચી ગયો છે બીજી તરફ વલસાડના અતુલ ખાતે એક મહેફિલમાં વલસાડ એસપીએ રેડ પાડી છે. જેમાં એક પીએસઆઈ અને ત્રણ કોન્સ્ટેબલ દારૂની મહેફિલ માણતાં ઝડપાયા છે,અતુલ ગામની સોસાયટીમાં વલસાડ એસપી એ રેડ પાડીને પોતાના જ વિભાગના લોકોને ઝડપી પાડ્યાં છે.
મહેફિલમાં એસપી આવતા જ પીએસ આઈને પરસેવો વળી ગયો હતો અને લૂલો બચાવ કરવા લાગ્યો હતો.

19 જેટલા લોકો પાર્ટી મનાવી રહ્યાં હતા ત્યારે એસપીએ રેડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.આ  રેડ બાદ પોલીસ કર્મચારી પર ગુનો નોંધાયો છે. પોલીસે મુદ્દા માલ જપ્ત કરીને આ તમામને સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવા લઇ જવાયા છે.

અમદાવાદ-બોટાદ જિલ્લાની હદમાં આવેલા ગામમાં સર્જાયેલા કેમિકલ લઠ્ઠાકાંડમાં મોતનો આંકડો 54 પર પહોંચ્યો છે.હજુ પર 60થી વધુ લોકો અમદાવાદ, ભાવનગર અને બોટાદની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. બરવાળા કેમિકલ લઠ્ઠાકાંડને પગલે ગુજરાત સરકાર અને સરકારી પ્રશાસન દોડતું થયુ છે. મિટિંગો કરીને સમગ્ર રાજ્યમાં દારૂ અને નશીલા કેમિકલના વેચાણ કરનારાઓ સામે કડક પગલાના આદેશ કરાયા છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch