Fri,26 April 2024,6:05 am
Print
header

ભાવનગરમાં PM મોદીએ કર્યો રોડ શો, કરોડો રૂપિયાનાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું- Gujaratpost

મોદીએ કહ્યું ધોલેરામાં સેમીકન્ડકટરનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે તેનો લાભ ભાવનગરને મળશે

રૂ. 6626 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું

ભાવનગરઃ પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ભાવનગરમાં મોદીનો રોડ શો યોજાયો હતો. જે બાદ તેમને કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. 6 હજાર 626 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતુ. તેમને સભાસ્થળે પહોંચીને લોકોને સંબોધ્યાં હતા. મોદીએ કહ્યું કે, ધોલેરામાં સેમીકન્ડકટરનો જે પ્રોજેક્ટ આવી રહ્યો છે તેનો લાભ ભાવનગરને મળશે. તાજેતરમાં જ તાઈવાનની ફોક્સકોન અને વેદાન્તા કંપનીએ સેમીકન્ડક્ટર ક્ષેત્રે રાજ્યમાં રૂ. 1.50 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

સંબોધનમાં મોદીએ ભાવનગરના લોકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. કહ્યું કે, રીજનલ સાયન્સ સેન્ટર સ્થપાવાથી શિક્ષણ અને સંસ્કૃતિના શહેર તરીકેની ઓળખ મજબૂત બનશે, ત્રણ એલએનજી છે. ગુજરાત તેમાંય પહેલું હતું, આપણે અનેક કોસ્ટલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપ કરી, માછીમારો ફિશીંગ હાર્બર બનાવાયા.

ગુજરાતમાં કોસ્ટલાઇન રીન્યુએબલ એનર્જી, હાઇડ્રોજન પર કામ થાય છે, સૌરાષ્ટને ઉર્જાનું મહત્વનું કેન્દ્ર બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ધોલેરામાં જે સેમીકેન્ડક્ટર પ્રોજેક્ટ આવી રહ્યો છે તેનો લાભ ભાવનગરને મળશે.જે પ્રોજેક્ટ માટે 1.50 લાખ કરોડનું રોકાણ કરાશે

મોદીએ કહ્યું કે, ગુજરાતમાં અમે અનેક પોર્ટ વિકસિત કર્યાં છે. આજે ગુજરાતનાં દરિયાઈ વિસ્તારમાં અનેક પાવરપ્લાન્ટ છે. ગુજરાત સમગ્ર દેશને ઉર્જા પહોંચાડે છે. સૌરાષ્ટ્રને ઉર્જાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે. ઘોઘા-દહેજ રો-રો ફેરી શરૂ કરીને લોકોની મુશ્કેલીઓ દૂર કરી છે.આ રો-રો ફેરીથી 40 લાખ લિટર પેટ્રોલ-ડીઝલની બચત થઈ છે. લોથલ જેવું સૌથી જૂનું પોર્ટ પણ ગુજરાતમાં છે.

ગુજરાતની કોસ્ટલ લાઇન લાખો લોકો માટે રોજગારીનું માધ્યમ બની છે,દેશની આયાત-નિકાસમાં પણ મોટી ભૂમિકા ભજવે છે.આજે ગુજરાતનો દરિયાકિનારો પુનઃપ્રાપ્ય ઉર્જા અને હાઇડ્રોજન ઇકોસિસ્ટમના પર્યાય તરીકે ઉભરી રહ્યો છે. હું અહીં મોડો આવ્યો પણ ખાલી હાથ નથી આવ્યો. આજે વિકાસની અનેક પરિયોજના લઈને હું આવ્યો છું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch