Thu,25 April 2024,10:53 pm
Print
header

નર્મદા વિરોધીઓના ખભે હાથ મુકીને કેમ દોડો છો ?? ધોરાજીમાં મોદીએ રાહુલ ગાંધી પર કર્યો પ્રહાર- Gujarat Post News

પીએમ મોદીએ કોંગ્રેસની નીતિ અને રાહુલ ગાધી પર ઉઠાવ્યાં સવાલ 

કચ્છ-કાઠિયાવાડના નાગરિકો તમે મારા ટીચર છો અને તમે જ મારી ટ્રેનિંગ કરી છે: પીએમ મોદી

ધોરાજીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ત્યારે ભાજપ, કૉંગ્રેસ અને આપ સહિતની પાર્ટીઓ પ્રચંડ પ્રચારમાં લાગી છે. પીએમ મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે.આજે સોમનાથ દર્શન અને વેરાવળમાં જનસભાને સંબોધ્યા બાદ પીએમ ધોરાજી પહોંચ્યાં હતા. જ્યાં તેમણે મેઘા પાટકરને લઈને કોંગ્રેસને ઘેરી હતી.

પીએમ મોદીએ નામ લીધા વગર કોંગ્રેસ અને રાહુલ ગાધી પર સવાલ ઉઠાવ્યાં હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેઘા પાટકરની હાજરી મુદ્દે પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું, નર્મદા વિરોધીઓના ખભે હાથ મુકીને કેમ દોડો છો ?? નર્મદા વિરોધી મેધા પાટકરના ખભે હાથ કેમ મુકો છો તે કોંગ્રેસને પૂછો.

મોદીએ કહ્યું, ગુજરાતીઓના જોમ-જુસ્સાની સાથે નિર્માણ, નિકાસ અને રોકાણના કારણે મારા ગુજરાતનો ડંકો વાગે છે. તમારા આશીર્વાદ મારા માટે એટલે જ મહત્વના છે. ગુજરાતના નાગરિકો, કચ્છ-કાઠિયાવાડના નાગરિકો તમે મારા ટીચર છો અને તમે જ મારી ટ્રેનિંગ કરી છે. આજે 14000 ગામમાં અને લગભગ અઢીસો જેટલા શહેરોમાં શુદ્ધ પીવાનું પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરી છે. આજે એનું જ પરિણામ છે, કે ગુજરાતના દરેક ઘરમાં નળથી જળ પહોંચ્યું છે.

મારા માટે ધોરાજી આવવું એ રોજનું કામ કહેવાય. સાથે સાથે મત માગવા અને હિસાબ આપવા આવ્યો છું.કચ્છ-કાઠિયાવાડના લોકો મારા ટીચર છે, મને ટ્રેનિંગ આપી છે, 2017માં ધોરાજી ચૂકી ગયા'તા, શું ફાયદો થયો ? શું મળ્યું ? આ વખતે અહીં કમળ ખિલાવવાનું છે. 

#WATCH | Chants of Modi-Modi heard during PM Modi's address to a public rally in Gujarat's Veraval pic.twitter.com/6DvaPsWNsT

— ANI (@ANI) November 20, 2022

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch