Fri,26 April 2024,9:26 am
Print
header

આદ્યાશક્તિના ચરણોમાં મોદીએ ઝુકાવ્યું શિર, ગબ્બર પર મા અંબાની કરી આરતી- Gujarat Post

અંબાજીઃ પ્રધાનમંત્રી મોદીએ બનાસકાંઠા જિલ્લામાં રૂપિયા 6 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. બાદમાં તેમણે અંબાજીમાં જાહેરસભાને સંબોધન કર્યું. અહીં મા અંબાના દર્શન કરીને પૂજા-અર્ચના કરી હતી. બાદમાં તેઓ ગબ્બર પર પહોંચ્યાં હતા જ્યાં મા અંબાની આરતી કરીને આર્શીવાદ લીધા હતા. અહીં લોકો મોદીને જોવા મોટી સંખ્યામાં રસ્તાઓ પર દેખાયા હતા.

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને શહેરી, પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ યોજના વિકસતી જાતિ કલ્યાણ, ડૉ. આંબેડકર આવાસ યોજના, આદિજાતિ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના કુલ 1967 કરોડના ખર્ચે બનેલા 8633 આવાસોનું ખાતમુહૂર્ત અને 53,172 આવાસોનું લોકાર્પણ પીએમના હસ્તે કરવામાં આવ્યું હતું. 124 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા અંબાજી બાયપાસ રોડનું ખાતમુહૂર્ત અને 85 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મીઠા-થરાદ-ડીસા-લાખણી રોડનું લોકાર્પણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું કે, તારંગા હિલ, અંબાજી, આબુ રોડ, મહેસાણા રેલવે લાઈનનો શિલાન્યાસ થયો છે. અહીં રેલ લાઈન નાખવાનો અંગ્રેજોના સમયમાં નિર્ણય થયો હતો. પણ 100 વર્ષ સુધી ફાઈલો પડી રહી હતી અને હવે આ કામ અમે કરવાના છીએ.

મોદીએ વધુમાં કહ્યું કે, બનાસકાંઠાની જે સ્થિતિ બદલાઈ છે તેમાં મહિલાઓનો મહત્વનો ફાળો રહ્યો છે. નર્મદાના નીર, સુજલામ સુફલામ અને ડ્રીપ ઈરીગેશને સ્થિતિ બદલવામાં મોટી ભૂમિકા ભજવી છે. બનાસકાંઠામાં દાડમ, બટાટા અને ટામેટાનું મોટા પાયે ઉત્પાદન થાય તેવું થોડા વર્ષો પહેલા કોઈ વિચારી પણ શકતુ ન હતું. આજે જે પરિયોજનાઓ શરૂ થઈ છે તે કિસાનો યુવાઓ અમે મહિલાઓનું જીવન બદલવાનું કામ કરશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch