Mon,29 April 2024,2:31 am
Print
header

PM મોદીએ રાજકોટમાં કર્યું AIIMS નું લોકાર્પણ, રોડ શોમાં ઉમટ્યાં લોકો

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં AIIMS હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. છેલ્લા 2 વર્ષથી એઈમ્સ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા સાથે OPD બાદ હવે એઈમ્સમાં 250 બેડનો IPD વિભાગ બનીને તૈયાર છે. જેનું PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. IPD વિભાગમાં 250 બેડની સુવિધા સાથે 25 બેડ ICU વાળા રાખવામાં આવ્યાં છે. જેમાં 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ્સ દર્દીઓની સેવા અને સારવારમાં તૈનાત રહેશે. IPD વિભાગમાં 4 ઓપરેશન થિયેટર તૈયાર થતા તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત તેમજ દેશના વિકાસને વેગ આપતા વિવિધ વિભાગો-મંત્રાલયોના કુલ મળીને રૂ. 48 હજાર કરોડથી વધુના વિકાસના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને લોકોને ભેટ આપી છે.

વડાપ્રધાન મોદીએ રાજકોટ સિવાય પંજાબના ભટિંડા, ઉત્તર પ્રદેશના રાયબરેલી, પશ્ચિમ બંગાળના કલ્યાણી અને આંધ્રપ્રદેશના મંગલગિરીમાં બનેલી નવી AIIMS રાષ્ટ્રને સમર્પિત કરી છે. રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂંંટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)નું નિરીક્ષણ કર્યું હતું.

પીએમ મોદીએ કહ્યું કે આજે મને એરપોર્ટથી લઈને આ કાર્યક્રમમાં ઘણા લોકોને જોવાનું સૌભાગ્ય મળ્યું. વર્ષો પછી જૂના મિત્રોના ચહેરા જોવાનો મોકો મળ્યો. મેં બધાને શુભેચ્છા પાઠવી, મને સારું પણ લાગ્યું. આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું ભાજપના રાજકોટના સાથીઓનો   આભાર માનું છું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે વિકસિત ભારતમાં આરોગ્ય સુવિધાઓનું સ્તર કેવું હશે. તેની ઝલક આજે આપણે રાજકોટમાં જોઈ રહ્યાં છીએ. આઝાદીના 50 વર્ષ સુધી દેશમાં માત્ર એક જ AIIMS હતી. તે પણ દિલ્હીમાં. આઝાદીના સાત દાયકામાં માત્ર 7 એઈમ્સને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તે પણ ક્યારેય પૂર્ણ થઈ ન હતી. પણ અમારી સરકારે આ કામ કરી બતાવ્યું છે. સાથે જ મોદીએ વર્ષો સુધી કંઇ કામ ન કરનારી કોંગ્રેસ સરકારની ઝાટકણી કાઢી નાખી છે.

મોદીએ કહ્યું કે ભારતે કોરોનાને કેવી રીતે હરાવ્યો તેની ચર્ચા આખી દુનિયામાં થઇ છે, અમે આ એટલા માટે કરી શક્યાં કારણ કે છેલ્લા 10 વર્ષમાં ભારતની આરોગ્ય પ્રણાલી સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. છેલ્લા દાયકામાં એઈમ્સ અને મેડિકલ કોલેજોનો વિસ્તાર થયો છે. નાના રોગો માટે અમે દરેક ગામમાં 1.5 લાખથી વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો બનાવ્યાં છે. આજે દેશભરમાં 706 મેડિકલ કોલેજો છે.

જન ઔષધિ કેન્દ્રમાં 80 ટકા ડિસ્કાઉન્ટવાળી દવાઓને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ફાયદો થયો છે. અમે મધ્યમ વર્ગ પરનો બોજ ઓછો કર્યો છે. લોકોને ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે. અમારી સરકારમાં કરદાતાઓને પણ લાભો મળ્યાં છે. અમે વીજળીના બિલને ઘટાડવા માટે કામ કરી રહ્યાં છીએ. અમે વીજળીથી કમાણીનું કામ પણ કરી રહ્યાં છીએ. સૂર્ય અને પવન ઊર્જાના મોટા પ્લાન્ટ્સ પણ સ્થાપવામાં આવી રહ્યાં છે. આજે મેં કચ્છમાં પણ આવા પ્લાન્ટનું ઉદ્ઘઘાટન કર્યું છે.

અત્યાર સુધીમાં 13 હજાર કરોડ રૂપિયાની પીએમ વિશ્વકર્મા યોજનામાં લાખો લોકો જોડાયા છે. આ તેમને તેમના વ્યવસાય અને કૌશલ્યો વધારવામાં મદદ કરે છે. આ યોજનાની મદદથી ગુજરાતમાં 20 હજારથી વધુ લોકોને તાલીમ આપવામાં આવી છે. અમારી યોજનાઓનો લાભ લોકોને મળ્યો છે. અમે લોકોનું સન્માન કરીએ છીએ. જ્યારે અમારા ભાગીદારો સશક્ત થાય છે, ત્યારે વિકસિત ભારતનું મિશન સશક્ત બને છે. જ્યારે મોદી ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની બાંયધરી આપે છે, ત્યારે તેમનું લક્ષ્ય સૌનું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ છે.આજે દેશને જે પ્રોજેક્ટ મળ્યાં છે તે આપણા સંકલ્પને પૂર્ણ કરશે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch