Fri,26 April 2024,10:02 pm
Print
header

કરોડોની કરચોરી, મોરબીના ક્યૂટોન સિરામિક ગ્રુપમાંથી રૂ.300 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડાયા- Gujarat Post

અન્ડર ઇન્વોઈસિંગ કરીને મોટી ટેક્સચોરી કરી હતી 

આઈટી બાદ ક્યૂટોન ગ્રુપે જીએસટી અધિકારીઓની તપાસનો સામનો કરવો પડશે

રાજકોટઃ મોરબીના જાણીતા સિરામિક ગ્રુપ ક્યૂટોન પર પાડવામાં આવેલા દરોડામાં કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો પકડાયા છે. ગ્રુપના પ્રમોટર જગદીશ કુંવરજી દલસાણિયા, મનોજ અગ્રવાલ, સુનિલ સીતારામ અને રાજીવ અદાલખના રાજકોટના નિવાસસ્થાનો અને અમદાવાદ સ્થિત પાંચ સ્થળોએ પાડેલા દરોડામાં રૂપિયા 300 કરોડના બિનહિસાબી વ્યવહારો પકડી પાડયા હોવાનું સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે જણાવ્યું છે.

થોડા દિવસ પહેલા રાજકોટ, અમદાવાદ, રાયપુર, ગુવાહાટી, ગુરુગ્રામ અને કોલકાતા સહિતના 36 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં હતા. દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા વાંધાજનક દસ્તાવેજોમાં કંપનીએ મોટા પ્રમાણમાં કરવેરાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે, હિસાબી ચોપડામાં ન દર્શાવીને મોટા પ્રમાણમાં રોકડથી વેચાણ કર્યું છે અને આવકને છુપાવવા માટે ક્યૂટોન સિરામિક્સે માલની વાસ્તવિક કિંમત કરતાં ઓછી કિંમતના બિલ બનાવ્યાં છે. કંપનીએ ખોટી ખરીદી બતાવી છે.  

ક્યૂટોન સિરામિકે કોલકાતાના એક વેપારીને રૂ.50 કરોડ રોકડા આપીને ચેક લીધો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. કંપની પાસેથી શરૂઆતમાં એક કરોડની રોકડ, બે કરોડના બિનહિસાબી દાગીના લીધા હતા. તેમ જ કંપનીના બાર લોકર સીલ કરવામાં આવ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch