Mon,14 October 2024,4:59 am
Print
header

સુરતઃ પત્નીએ પુત્રીને જન્મ આપ્યો અને થોડી જ વારમાં જમવાનું આપવા આવેલા પતિને એટેક આવતાં મોત- Gujarat Post

(demo pic)

પરિવારમાં પુત્રીના જન્મની ખુશી થોડા જ કલાકોમાં માતમમાં ફેરવાઈ ગઈ

હોસ્પિટલમાં પત્ની સાથે જમવા બેઠલા પતિ પાણી પીતા પીતા બેહોશ થયા

સુરતઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી હાર્ટએટેકના કિસ્સાઓ ચિંતાજનક વધી રહ્યાં છે. નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ પત્ની માટે જમવાનું લઈને આવેલા યુવકનું હાર્ટએટેકથી મોત થયું હતું. પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હતો. જેના માટે પતિ ટિફિન લઈને આવ્યો હતો. હોસ્પિટલમાં જમવા બેસતી વખતે પાણી પીતા પીતા યુવકને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું હતું.પત્નીએ રાત્રે પુત્રીને જન્મ આપ્યો હતો, જે ખુશી ગણતરીના કલાકોમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.

મૂળ ઉત્તર પ્રદેશના વતની સુનીલ તેજબહાદુર ઉમરવૈયા (ઉ.વ.30) હાલ ડિંડોલીમાં પરિવાર સાથે રહેતા હતા. તે નાસ્તાની લારી ચલાવી પરિવારનું ભરણપોષણ કરતા હતા. સુનિલની પત્ની હાલમાં ગર્ભવતી હતી. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હતી. પત્નીએ સોમવારે રાત્રે પુત્રીને જન્મ આપ્યો હતો.જે બાદ તે પત્ની માટે ટિફિન લઈને આવ્યો હતો. અને હોસ્પિટલમાં જ બેહોશ થઈ ગયો હતો. જેથી સિક્યુરિટી ગાર્ડ તેને ટ્રોમા સેન્ટર લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.નવજાત પુત્રી પિતાનું મોંઢુ જોવે તે પહેલા જ  મોત થઇ જતા પત્ની સહિત પરિવારે કાળો કલ્પાંત કર્યો હતો. સુનિલનું હાર્ટ એટેકથી મોત થયું હતું અને તેણે કોરોના વેક્સિનના ડોઝ પણ લીધા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch