Fri,26 April 2024,11:26 am
Print
header

ભારતનો દબદબો, ઓસ્કારમાં નાટુ નાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીનો એવોર્ડ જીત્યો- Gujarat Post

વોશિંગ્ટનઃ 95મા ઓસ્કાર એવોર્ડ સમારોહમાંથી ભારત માટે વધુ એક સારા સમાચાર આવ્યાં છે. ધમાકેદાર ફિલ્મ આરઆરઆરના ગીત નાટુ નાટુને ઓસ્કારમાં બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીનો એવોર્ડ જીતી લીધો છે. ધ એલિફન્ટ વ્હિસ્પરર્સે પણ બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. 

ધ એલિફન્ટ વ્હિસ્પરર્સને બેસ્ટ ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મમાં નોમિનેશન મળ્યું હતું, તેના ડાઈરેક્ટર કાર્તિક ગોન્જાલ્વેઝ છે. દીપિકા પાદુકોણે ઓસ્કાર સમારોહમાં પ્રેઝન્ટર તરીકે હાજરી આપી હતી.કોમેડિયન જિમી કિમેલ આ વખતે ઓસ્કારને હોસ્ટ કરી રહ્યાં છે. 

દીપિકા પાદુકોણ બ્લેકગાઉનમાં ઓસ્કાર સમારોહમાં પહોંચી હતી. તેણે આરઆરઆર ફિલ્મ વિશે જાણકારી આપી હતી. તેણે જણાવ્યું કે કેવી રીતે નાટુ નાટુ સોંગ ધૂમ મચાવી રહ્યું છે. આ દરમિયાન નાટુ નાટુ પર પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું.  આ ગીતના પરફોર્મન્સ માટે સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. પીએમ મોદીએ પણ ફિલ્મના કલાકારોને અભિનંદન પાઠવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch