Tue,21 May 2024,8:08 pm
Print
header

મોરબી પુલ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, સીટની રચના કરીને ઉચ્ચ તપાસની કરાઇ માંગ- Gujarat Post

મોરબી દુર્ઘટનામાં મૃત્યુઆંક 141 થયો છે 

હજુ 14 લોકો હોસ્પિટલમાં લઈ રહ્યાં છે સારવાર

નવી દિલ્હીઃ મોરબીમાં ઝુલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં સીટની રચના કરીને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને SITનું નેતૃત્વ સુપ્રીમ કોર્ટના જ કોઈ નિવૃત્ત જજ દ્વારા થાય તેવી માંગ કરવામાં આવી છે. ઉપરાંત આવી કોઈ ઘટના દેશમાં ફરીથી ન થાય તે માટે જેટલા પણ જૂના પૂલ કે સ્મારક હોય ત્યાં ભીડ મેનેજ કરવા કાયદો બનાવવામાં આવે તેવો અરજીમાં ઉલ્લેખ છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારી દ્વારા આ અરજી કરવામાં આવી છે.

મોરબી દુર્ઘટનામાં પોલીસની કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. પોલીસે અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને મોરબી સિવિલ લાવવામાં આવ્યા છે. આ મામલે પોલીસ દ્વારા માહતી આપવામાં આવી હતી. જેમાં 2 મેનેજર,2 રિપેરિંગ નું કામ કરનારા કોન્ટ્રાકટર પિતા-પુત્ર, 3 સિક્યુરિટી ગાર્ડ, 2 ટિકિટ ક્લાર્કની ધરપકડ કરાઇ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch