Fri,26 April 2024,5:48 am
Print
header

ભાજપના બીજા એક મંત્રી ફસાયા, કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર દુષ્કર્મનો આરોપ- Gujarat Post

અમદાવાદઃ કેબિનેટ મંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર મહિલા સાથે વારંવાર દુષ્કર્મ કર્યાનો અને શારીરિક શોષણનો આરોપ લાગ્યો છે. મહેમદાવાદ તાલુકાના એક ગામના ભૂતપૂર્વ સરપંચે અર્જુનસિંહ ચૌહાણ પર આરોપ મૂકતા જણાવ્યું કે તેઓ ભાજપના ધારાસભ્ય અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ હતા ત્યારે તેમણે સત્તાનો દૂરુપયોગ કરીને મારી પત્ની પર દુષ્કર્મ આચર્યુ હતુ. તેમણે આ અંગે ખેડા જિલ્લા એસપીને ફરિયાદ નોંધાવી છે. 

તેમને જણાવ્યું કે મંત્રીના ભયના લીધે મારી પત્ની ઘર છોડીને જતી રહી છે અને મારા કુટુંબ પર જોખમ આવી શકે છે. તેમના પત્ની સાથે 2015માં પરિચયમાં આવેલા અર્જુનસિંહ ચૌહાણે 2016થી 2021 સુધી અરજદારની પત્નીનું શારીરિક શોષણ કર્યાંનો આરોપ મૂક્યો છે.

અર્જુનસિંહે અરજદારની પત્નીને તાલુકા પંચાયતમાં સભ્ય બનાવીને પોતાના પ્રભાવમાં લાવી દીધી હતી. પછી પોતે તેનું શારીરિક શોષણ કરીને બીજા પાસે મોકલીને પણ તેનું શારિરીક શોષણ કરવામાં આવ્યું હતુ. કોરોના કાળના દોઢ મહિનામાં અર્જુનસિંહે આ મહિલાને પોતાની જગ્યામાં ગોંધી રાખી હતી. 

અરજદારે જણાવ્યું કે અર્જુનસિંહ 2015માં મારી પત્નીના સંપર્કમાં આવ્યાં હતા. હાલના આ મંત્રીએ લાલચ આપીને હોદ્દાનો પ્રભાવ બતાવીને મારી પત્નીને ફોસલાવી તેનું શારીરિક શોષણ ચાલુ કર્યું હતુ. પછી આ શોષણ ચાલુ રહે તે માટે પત્નીને તાલુકા પંચાયતની ટિકિટ આપીને તેને તાલુકા પંચાયતની સભ્ય બનાવી હતી. મીટિંગોના બહાને મારી પત્નીને અર્જુનસિંહ જુદા-જુદા સ્થળે બોલાવીને દુષ્કર્મ કરતા હતા. પછી તેના પર દબાણ લાવીને બીજા વગદાર લોકો પાસે પણ મોકલતા હતા. મારી પત્નીનું આવું શારિરીક શોષણ 2016થી 2021 સુધી ચાલ્યું હતુ. આ બાબત બહાર પડતા મારી પત્ની અને બાળકો સમાજમાં ઊંચું માથુ રાખીને ફરી શકતા નથી. મારી પત્નીને અર્જુનસિંહે એવી ધમકી આપી હતી કે આ વાત બહાર જશે તો તારા પરિવારને પૂરો કરાવી દઇશ. 

મારી પત્ની મને અર્જુનસિંહે કરેલા ખોટા કામો અને કરતૂતોની વાત કહેતી હતી. મેં તેને પોલીસમાં ફરિયાદ કરવા સમજાવી હતી, પરંતુ તેને અર્જુનસિંહનો ડર હતો કે તેઓ આપણા બાળકો અને પરિવારને ખતમ કરી નાખશે. નોંધનિય છે કે ભાજપના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર પછી આ બીજા મંત્રી સામે દુષ્કર્મની ફરિયાદ થઇ છે. ભાજપના બે મંત્રીઓ વિવાદમાં આવતા હવે ભાજપની ચિંતા વધી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch