Mon,29 April 2024,5:57 am
Print
header

મોટું અભિયાન...Google GNI Indian Languages Program થી અનેક ન્યૂઝ વેબસાઇટોને આગળ વધવામાં ફાયદો થઇ રહ્યો છે

નવી દિલ્હીઃ ગુગલના અનેક પ્રોગ્રામ હવે ભારતમાં નાની નાની ન્યૂઝ વેબસાઇટોને આગળ વધવામાં મદદ કરી રહ્યાં છે, Google GNI indan language programm માં વેબસાઇટોને કંઇ રીતે આગળ વધવું, રેવન્યું કંઇ રીતે વધારવી, ટેકનીકલ પાંસાઓની જાણકારી સહિતની ટ્રેનિંગ પુરી પાડવામાં આવી રહી છે, જાહેરોમાંથી કંઇ રીતે રેવન્યું જનરેટ કરવી તેના પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યો છે, જુદા જુદા સેમિનાર અને ઓનલાઇન વેબિનારનું આયોજન કરીને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે, જેમાં અનેક નાના મીડિયા હાઉસ જોડાઇ રહ્યાં છે અને તેમને એનો ફાયદો પણ થઇ રહ્યો છે.
 
પ્રાદેશિક ભાષાઓને લગતા કાર્યક્રમોથી ફાયદો

ખાસ કરીને ભારતમાં પ્રાદેશિક ભાષાઓ માટે ગુગલ દ્વારા આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, હાલમાં જ શરૂ થયેલી અનેક ન્યૂઝ વેબસાઇટોએ અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં હવે ગુગલ દ્વારા ડિઝિટલ માર્કેટિંગ, એસીઓ, એડવર્ટાઇઝિંગ સહિત અનેક મુદ્દે ટ્રેનિંગ આપીને મદદ પુરી પાડવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અનેક ન્યૂઝ વેબસાઇટો માટે પરિવર્તન સાબિત થઇ રહ્યો છે.

ગુગલ દ્વારા Google Analytics 4, AdSense, Ad Manager સહિતની ટ્રેનિંગ આપવામાં આવી છે, ત્યાર બાદ દરેકના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવે છે. વેબસાઇટ પર ઓર્ગેનિક ટ્રાફિક કંઇ રીતે લાવવો તે મામલે ટ્રેનિંગ આપવામાં આવી છે. ગુગલના આ કાર્યક્રમમાં અનેક વેબસાઇટો જોડાઇ છે, જેમનું ડિઝિટલ ઓડિટ કરીને કયા કયા સુધારા કરવાની જરૂર છે, તે સમજાવવામાં આવે છે. આગામી સમયમાં પણ ગુગલ ભારતમાં તેના આ કાર્યક્રમને આગળ વધારીને અનેક ન્યૂઝ વેબસાઇટોનો મદદ પુરી પાડશે.

Google GNI Indian Languages Program દ્વારા પ્રકાશકો માટે મોબાઇલ એપ (iOS-Android) ની સુવિધા પણ Readwhere કંપનીને સાથે રાખીને આપવામાં આવી છે, જે ખરેખર એક સરસ કામગીરી છે, એપને કારણે ટ્રાફિક પણ વધી રહ્યો છે અને લોકોને ઝડપથી સમાચારો મળી રહ્યાં છે, Readwhere કંપની સાથેના અનુભવો પણ સરસ છે, તેમના દ્વારા જે સેવા પુરી પાડવામાં આવી છે તેનાથી અનેક વેબસાઇટોને ફાયદો થઇ રહ્યો છે. એપની ડિઝાઇન અને અન્ય વસ્તુઓ આકર્ષક છે અને રિડર માટે પણ મહત્વની છે.

ગુગલનો આ કાર્યક્રમ નાના મીડિયા હાઉસ માટે પરિવર્તનરૂપ છે, તેમને રેવન્યું જનરેટ કરવાથી લઇને ટેકનીકલ બાબતોમાં મદદ મળી રહી છે, આગામી સમયમાં અનેક વેબસાઇટો આ કાર્યક્રમમાં જોડાશે તે નક્કિ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch