Fri,26 April 2024,6:55 pm
Print
header

લોકડાઉનમાં નિર્માતાઓએ ફિલ્મોની બેંક બનાવી દીધી છે, તક મળતા જ એક સાથે રિલીઝ થશેઃ મલ્હાર ઠાકર

નિર્માતાઓ પાસે વેબ સીરિઝના પણ વિકલ્પો ખુલ્યાં છે, લોકડાઉન પર આધારિત વેબ સીરિઝ વાત વાતમાં ઓટીટી પર રીલીઝ

અમદાવાદઃ કોરોના (corona) બાદ લોકડાઉનને કારણે ફિલ્મ ઉદ્યોગ (film induries) ભાંગી પડ્યો છે મલ્ટીપ્લેક્સ શરુ થયા બાદ પણ પુરતા દર્શકો મળતા નથી. હવે નિર્માતા અને ફિલ્મ મેકર્સ (film makers) ઓટીટી પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે ફિલ્મ બનાવવાને બદલે વેબસિરીઝ તૈયાર કરીને ઇન્ડસ્ટ્રીઝને ચલાવી રહ્યાં છે. ગુજરાતી અર્બન ફિલ્મોના સ્ટાર મલ્હાર ઠાકર વધુ એક ગુજરાતી વેબ સીરીઝ સાથે આવી રહ્યાં છે. વાત વાતમાં નામની આ પાંચ એપિસોડની વેબસિરીઝ માં લોકડાઉન દરમિયાન પતિ પત્ની વચ્ચેના સંબધોને લઇને સર્જાતી પરિસ્થિતિ અને તેમાંથી ઉભી થતી મુશ્કેલીને હળવાશ પૂર્વક બહાર કાઢવાની વાતને રજૂ કરવામાં આવી છે.

મલ્હાર ઠાકરે વાત કરતા જણાવ્યું કે ફિલ્મો મલ્ટીપ્લેક્સમાં ચાલે છે પરંતુ હવે ઓટીટી પ્લેટફોર્મ પણ એક મોટુ માધ્યમ છે. એક કલાકાર તરીકે તે ઓટીટી માધ્યમને પણ આવકારે છે. જો કે મલ્હારને ખાતરી છે કે આવનારા થોડા મહિનાઓમાં મલ્ટીપ્લેક્સ ફરીથી ધમધમતા થઇ જશે, પ્રેક્ષકો માટે  મોટા પ્રમાણમાં નવી ફિલ્મો આવશે. હવે નિર્માતા અને નિર્દેશકો ફિલ્મો બનાવી રહ્યાં છે  તેને રિલીઝ કરવા માટે યોગ્ય સમયની રાહ જોઇ રહ્યાં છે. હજુ પણ ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય વધુ ઉજળુ થશે. સાથે ઓટીટી પ્લેટફોર્મનો વિકાસ થતા હવે  દર્શકોને મલ્ટીપ્લેક્સ અને ઓટીટી (OTT) બંનેનો લાભ મળશે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch