Sun,16 June 2024,8:38 am
Print
header

કોંગ્રેસ દ્વારા સતત 19 માં વર્ષે કારકિર્દીના ઉંબરેથી, ધોરણ 12 પછી શું ? પુસ્તકનું વિમોચન કરાયું, અનેક કોંગ્રેસના નેતાઓ રહ્યાં હાજર

કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનિષ દોશીનું આ પુસ્તકમાં મહત્વનું યોગદાન

કોંગ્રેસના આ પ્રયાસથી હજારો વિદ્યાર્થીઓને થઇ રહ્યો છે ફાયદો

અમદાવાદઃ વિદ્યાર્થીઓને મદદરૂપ થતું કારકિર્દીના ઉંબરેથી, ધોરણ 12 પછી શું ? પુસ્તકનું કોંગ્રેસના અનેક નેતાઓની હાજરીમાં વિમોચન કરાયું હતુ. કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું રાજીવ ગાંધી ભવન ખાતે વિમોચન કરતાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી મુકુલ વાસનીક, કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા હાજર રહ્યાં હતા.

કોંગ્રેસ પક્ષ દ્વારા સતત 19માં વર્ષે પ્રકાશીત “કારકિર્દીના ઊંબરે” ધોરણ 12 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તક સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થી- વાલીઓ માટે પથદર્શક બનશે. નવતર પ્રયોગના ભાગરૂપે ઈ-કાર્ડ દ્વારા ક્યુઆરકોર્ડ સ્કેન કરીને પણ સરળતાથી પુસ્તકને ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

કારકિર્દીના ઊંબરે ધોરણ 12 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના વિમોચન પ્રસંગે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું કે, ઉજ્જવળ કારકિર્દી અને સફળ જીવન માટે ધોરણ-10-12  પછી અભ્યાસક્રમની પસંદગી અતિ મહત્વની બની જાય છે. ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટે રાજ્ય સરકાર ચિંતીત બને તે ઘણું જ આવશ્યક છે. બાળકની રસરૂચિ પ્રમાણે કારકિર્દી પસંદગીનો નિર્ણય લેવાય તો ઉત્તમ પરિણામો મળે છે. ધોરણ-10  અને ધોરણ-12 પછી કારકિર્દી ઘડતરની અનેક તકો ઉપલબ્ધ છે ત્યારે કોંગ્રેસ પક્ષ રાજનીતિની સાથે સમાજની પ્રગતિ, સમૃધ્ધિ અને સશક્તિકરણ માટે રચનાત્મક કાર્ય કરતો રહ્યો છે.

કોંગ્રેસના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનિષ દોશી ખુબ જ વ્યસ્ત રાજકીય જવાબદારી વચ્ચે પણ શૈક્ષણિક ઉમદા કામગીરી થકી ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ-વાલીઓ માટે પથદર્શક- માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યાં છે,“કારકિર્દીના ઊંબરે” ધોરણ 12 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના વિમોચન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ કે, કારકિર્દી માટે મહત્વના એવા ધોરણ-10 અને ધોરણ-12 ની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનારા સૌ વિદ્યાર્થી મિત્રોને હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું. ધોરણ-12 પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે.

હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે એ માટે સતત 19માં વર્ષે કારકિર્દી માર્ગદર્શન પુસ્તકથી માહિતી આપવાનો કોંગ્રેસ પક્ષ દ્વારા આ સંનિષ્ઠ પ્રયત્ન છે. સરકારી-ગ્રાન્ટેડ સંસ્થાઓનું માળખું તૂટતૂ જાય છે અને ખાનગી સંસ્થાઓમાં ફી ના ધોરણો વ્યાપકપણે ઉંચુ થતુ જાય છે. ગુજરાતમાં સૌને શિક્ષણ ઉપલબ્ધ બનાવવા માટેના પ્રયત્નો રાજ્ય સરકાર દ્વારા સતત ઓછા થતાં જાય છે અને શિક્ષણનું ઝડપથી વ્યાપારીકરણ થઈ રહ્યું છે.

ઉત્તમ કારકિર્દીનું સોનેરી સ્વપ્ન દરેક વિદ્યાર્થીનું હોય છે. બોર્ડના કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાની પદવી, ઉચ્ચ સ્થાન કે ગુણાંક મેળવવા થનગનતા હોય છે. તે માટે સફળતાની ચાવી એટલે જ્ઞાન, પ્રશિક્ષણ, શક્તિ, સ્વપ્ન, આત્મવિશ્વાસ, એકાગ્રતા, સમર્પિતા આ સાત ગુણો છે. ગુજરાતમાં તમામ સમાજના વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણ માળખાની સુવિધા સાથે ગુણવત્તાસભર શિક્ષણ મળે તે અતિ આવશ્યક છે. ગુજરાતના વાલી-વિદ્યાર્થીઓ અથાક મહેનત-પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે, ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરે.

આજના સમયની માંગ શું છે અને આવતીકાલની માંગ શું હોઈ શકે ? આ વિષય ઉપર દ્રષ્ટિ રાખતા રહેશો તો એ પણ તમારી કારકિર્દી નક્કી કરવામાં સફળ થશે. ગુજરાતના તમામ વિદ્યાર્થી મિત્રોને સચોટ અને સરળ માર્ગદર્શન માટે કોંગ્રેસ પક્ષના સન્નિષ્ઠ આગેવાન તથા શિક્ષણવિદ, મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી (એન્જિનિયર) અને તેમના સહયોગી દ્વારા સતત 19 માં વર્ષએ માર્ગદર્શન પુસ્તક ‘કારકિર્દીના ઉંબરે’ પ્રસિદ્ધ કરવાનું ભગીરથ સૌને અભિનંદન પાઠવું છું.

કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની યુપીએ સરકારે “શિક્ષણના મુળભૂત અધિકાર” અપાવ્યો હતો. પરંતુ તેના અયોગ્ય અમલીકરણને પગલે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતરને અવરોધે છે. ગુજરાતમાં તમામ સમાજના વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી માટે શિક્ષણ માળખાની સુવિધા સાથે ગુણવત્તા સભર શિક્ષણ મળે તે અતિ આવશ્યક છે. ગુજરાતના વાલી- વિદ્યાર્થીઓ અથાક મહેનત - પરિશ્રમ કરી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. ત્યારે રાજ્ય સરકારની જવાબદારી બને છે કે ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્યને કેન્દ્રસ્થાને રાખીને કામગીરી કરે. ગુજરાતના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સચોટ અને સરળ માર્ગદર્શન માટે ‘કારકિર્દીના ઉંબરે’ પુસ્તક દ્વારા વિદ્યાર્થી ભાઈ-બહેનોને કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો સતત ઓગણીસમાં વર્ષે આ સન્નિષ્ઠ પ્રયાસ છે.

‘કારકિર્દીના ઉંબરે’ પુસ્તક તૈયાર કરવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી (એન્જિનિયર) તથા સહયોગીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી છે, તે બદલ હું કોંગ્રેસ પક્ષ વતી તેઓને હાર્દિક અભિનંદન પાઠવું છું. કારકિર્દીના ઊંબરે” ધોરણ ૧૨ પછી શું? કારકિર્દી માર્ગદર્શન પુસ્તકનું વિમોચન પ્રસંગે પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશી (એન્જિનિયર) જણાવ્યું કે, અગાઉની કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થા આઈ.આઈ.ટી., એન.આઈ.ડી.ન્યુ કેમ્પસ, સેન્ટ્રલ યુનિવર્સિટી અને ઈન્ડીયન ઈન્સ્ટીટ્યૂંટ ઓફ ઈન્ફર્મેશન ટેક્નોલોજી સ્થાપના થઈ છે. જે ગુજરાત માટે ગૌરવરૂપ અને સીમાચિન્હરૂપ સાબિત થશે. “ધોરણ-12 પછી અભ્યાસક્રમોની અનેક તકો રાજ્ય અને દેશ કક્ષાએ ઉપલબ્ધ છે ત્યારે સમયસર અને યોગ્ય માર્ગદર્શનની કોંગ્રેસ પક્ષ દ્વારા વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો તથા કારકિર્દી માર્ગદર્શન માટે કાર્યરત વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરીને વધુમાં વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ પુસ્તકમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ધોરણ-12 પછી ઉપલબ્ધ 200 થી વધુ અભ્યાસક્રમોની વિગતો સાથે વિશેષ કારકિર્દીના અભ્યાક્રમો અંગેની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સંસ્થાઓની માહિતી સાથે 40 થી વધુ પ્રવેશ પરીક્ષા અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી છે તેમજ દેશમાં આગામી સમયની માંગ અનુસાર નોકરીની વિવિધ તકો ઉપર વિશેષ વિગતો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

ખાસ કરીને વિકલાંગો માટે વિવિધ અભ્યાસક્રમોની વિશેષ વિગતો આપવામાં આવી છે. નવા નવા અભ્યાસક્રમો કે જે રાજ્યમાં ઉપલબ્ધ નથી તેની પણ માહિતી-પ્રવેશ પરિક્ષા અને બને ત્યાં સુધી જુદી જુદી સંસ્થાઓ કે જેઓ વિશિષ્ટ અભ્યાસક્રમો ભણાવે છે તેમની વેબસાઈટો પણ આપવામાં આવી છે. દેશમાં રેગ્યુલર અભ્યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ આપતી માન્ય સંસ્થાઓની સાથોસાથ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) અને ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની વિગત પણ આપવામાં આવી છે. શિક્ષણ માટે એજ્યુકેશન લોન અને સ્કોલરશીપ આપતી વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ટ્રસ્ટોની વિગતો આ પુસ્તકની વિશેષતા છે.

પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર, પૂર્વ સાંસદ ડૉ. અમી યાજ્ઞિક, એ.આઈ.સી.સી.ના મંત્રી રામકિશન ઓઝા, ઉષા નાયડુ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, કાર્યકારી પ્રમુખ ડૉ. ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી નીશીત વ્યાસ, બિમલ શાહ, પ્રદેશ પ્રવક્તા હિરેન બેંકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી “કારકિર્દીના ઊંબરે” પુસ્તક ગુજરાતના વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં મદદકર્તા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

“કારકિર્દીના ઊંબરે” ધો-12 પછી શું ? માર્ગદર્શન પુસ્તક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www.incgujarat.com અને www.Careerpath.info ઉપર પણ ઉબલબ્ધ થશે. નવતર પ્રયોગના ભાગરૂપે ઈ-કાર્ડ દ્વારા ક્યુઆરકોર્ડ સ્કેન કરીને પણ સરળતાથી પુસ્તકને ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch