Thu,02 May 2024,5:33 am
Print
header

આ વખતે આસિસ્ટન્ટ કમિશનર ઝડપાયા, GST ના ક્લાસ-1 અધિકારી લાંચ લેતા ACB ની ઝપેટમાં આવી ગયા

લાખો રૂપિયાનો પગાર પણ પડે છે ઓછો....લાંચ જોઇએ જ છે...!

તમે પણ કરો એસીબીનો સંપર્ક, લાંચિયાઓને કરાવી દો અંદર....!

જૂનાગઢઃ એસીબીએ ફરી એક વખત જીએસટી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે, આ વખતે ક્લાસ-1 અધિકારીને રૂપિયા 12 હજારની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. વલ્લભભાઈ ભીખાભાઈ પટેલીયા, 57, આસિસ્ટન્ટ કમિશનર,GST કચેરી, ઘટક-84, જૂનાગઢને ઝડપી પાડવામાં આવ્યાં છે. એસીબીની કાર્યવાહીથી અન્ય લાંચિયાઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે.

ગુનાનું સ્થળ: આસિસ્ટન્ટ કમિશનરની ઓફીસ, GST કચેરી, ઘટક-84, બહુમાળી ભવન, સરદાર બાગ, જૂનાગઢ

ફરિયાદી પાસે LUT (Letter of Undertaking) સર્ટીફીકેટ આપવા માટે રૂપિયા 12 હજારની લાંચ માંગવામાં આવી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો.એસીબીએ ફરિયાદને આધારે ગોઠવેલા લાંચના છટકામાં ખુદ આસિસ્ટન્ટ કમિશનર આવી ગયા હતા. જેવી લાંચની રકમ લીધી કે તરત જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા. હાલમાં આરોપીને ડિટેઇન કરીને તેમને પાસેથી લાંચની 12 હજારની રકમ રિકવર કરવામાં આવી છે.

ટ્રેપીંગ અધિકારી: જે.બી.કરમુર, પોલીસ ઇન્સ્પેકટર, જૂનાગઢ એ.સી.બી. પો.સ્ટે.તથા એ.સી.બી. સ્ટાફ

- GST ના ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટાચારમાં મસ્ત

- વેપારીઓની થઇ રહી છે જોરદાર હેરાનગતિ

- અમદાવાદ જીએસટી ભવનના અનેક અધિકારીઓ પર રૂપિયા ઉઘરાવવાનો આરોપ

- ACB માં ટોલ ફ્રી નંબર 1064 પર આપી શકાય છે ફરિયાદ

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch