Fri,26 April 2024,2:05 pm
Print
header

જેકલીનને મળી મોટી રાહત, રૂ. 50 હજારના બોન્ડ પર મળ્યાં જામીન- Gujarat Post

ઇડીએ જેક્લીનની કરી છે પૂછપરછ

થોડા દિવસ પહેલા 5 કલાક સુધી ચાલી હતી પૂછપરછ 

મુંબઇઃરૂપિયા 200 કરોડની છેતરપિંડીના કેસમાં જેકલીન ફર્નાન્ડીઝની સતત પૂછપરછ કરવામાં આવી હતી.પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દાવો કર્યો હતો કે જેકલીનનું સુકેશ ચંદ્રશેકર સાથે કનેક્શન પાક્કુ છે, ત્યારબાદ અભિનેત્રીને પટિયાલા હાઉસ કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. રૂપિયા 200 કરોડની છેતરપિંડીના કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને રાહત મળી છે. અભિનેત્રીને પટિયાલા હાઉસ કોર્ટમાંથી 50 હજાર રૂપિયાના અંગત બોન્ડ પર જામીન મળ્યાં છે.જેકલીનના વકીલની વિનંતી પર કોર્ટે જામીન પર વચગાળાના જામીન આપ્યાં છે. 

દિલ્હીમાં આર્થિક અપરાધ શાખાએ જેકલીનની લાંબા સમય સુધી પૂછપરછ કરી હતી.પૂછપરછ લગભગ 15 કલાક સુધી ચાલી હતી, જેમાં જેકલીનને ઘણા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો.આ બધાની વચ્ચે EDએ તેની ચાર્જશીટ દાખલ કરી હતી,જેમાં જેકલીન પણ 200 કરોડની રિકવરી કેસમાં આરોપી હોવાનું જાણવા મળ્યું છે. અનેક સાક્ષીઓ, પુરાવાઓને આધાર બનાવવામાં આવ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch