Sat,27 April 2024,6:41 am
Print
header

વડોદરાની જાણીતી બેંકર હાર્ટ હોસ્પિટલના ડો.દર્શન બેંકર IT ની ઝપેટમાં, સુરત-વડોદરામાં દરોડા- Gujarat Post

(file photo)

  • અમદાવાદ બાદ હવે બરોડામાં ઇન્કમટેક્સનું મેગા ઓપરેશન
  • બરોડા અને સુરતમાં એકાદ ડઝન સ્થળોએ IT ત્રાટકયું
  • બરોડામાં ગ્રુપની આવેલી છે અલગ અલગ પાંચ હોસ્પિટલ
  • સુરતમાં પણ હોસ્પિટલ ધરાવે છે બેંકર ગ્રુપ

વડોદરાઃ અમદાવાદ બાદ વડોદરામાં ઈન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. વડોદરાના નામાંકિત બેંકર હાર્ટ હોસ્પિટલ પર આઈટીએ તવાઇ બોલાવી છે. ગ્રુપની વડોદરા અને સુરતમાં આવેલી હોસ્પિટલો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે.

વડોદરા અને સુરતમાં એક ડઝન સ્થળે તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરામાં આ ગ્રુપની પાંચ અલગ અલગ હોસ્પિટલ આવેલી છે. સુરતમાં બેંકર ગ્રુપ હોસ્પિટલ ધરાવે છે.

  • અલકાપુરીમાં રહેતા ડો.દર્શન બેંકરના નિવાસસ્થાન પર IT ત્રાટકયું
  • દર્શન બેંકર સાથે જોડાયેલા અન્ય સ્થળો પર પણ દરોડા
  • ITના 50થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા
  • તપાસના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના

અલકાપુરીમાં રહેતા ડો.દર્શન બેંકરના નિવાસસ્થાન પર IT ત્રાટક્યું છે.દર્શન બેંકર સાથે જોડાયેલા અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવ્યાં છે. ITના 50થી પણ વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. તપાસને અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. ડોક્ટર પર આઈટીની કાર્યવાહીથી વડોદરા અને સુરતની તબીબી આલમમાં ફફડાટ ફેલાયો છે. આઇટીની તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી સામે આવે તેમ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch