Mon,29 April 2024,11:15 am
Print
header

ગૃહ રાજ્યમંત્રીનો વિવાદિત મૌખિક આદેશ, બીજી તરફ હાઇકોર્ટે કહ્યું કે રાત્રે 12 વાગ્યા પછી ગરબાને લઈને કોઈ ફરિયાદ કરશે તો પોલીસે કરવી પડશે કાર્યવાહી- Gujarat Post

અમદાવાદ: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મૌખિક કહ્યું હતું કે રાજ્યમાં નવરાત્રીના ગરબા રાત્રે 12 વાગ્યા પછી પણ ચાલુ રાખી શકાશે, જો કે આ મામલે હવે વિવાદ પણ થયો છે, સુપ્રીમ કોર્ટના અનેક ચૂકાદાઓ છે કે રાત્રે 12 થી સવાર 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર વગારી શકાય નહી, તેમ છંતા ગૃહવિભાગે પોલીસને મૌખિક સૂચના આપી હતી કે કોઈ પોલીસ કર્મી રાત્રે બાર વાગ્યા પછી ગરબા બંધ કરાવવા નહીં જાય. હવે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે. આ આદેશ બાદ હવે હાઈકોર્ટે મોડી રાત સુધી ગરબા રમવા મુદ્દે સ્પષ્ટતા કરી છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે, કોઈપણ નાગરીક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે. પોલીસની અગાઉના હુકમનું પાલન કરવાની જવાબદારી છે. જો કોઈ પણ પ્રકારની ફરિયાદ થશે તો રાત્રે 12 વાગ્યા બાદ સ્પીકર પર ગરબા નહીં ચલાવી લેવાય.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના નિવેદનથી જ વિવાદ શરૂ થયો છે. તેમણે આયોજકોને વહેલા ગરબા શરૂ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ હવે હાઈકોર્ટની સૂચના બાદ પોલીસ ફરીવાર એક્શનમાં આવે તો નવાઈ નહીં. મોડી રાત સુધી ચાલનારા ગરબા અંગે જો કોઈ નાગરિક ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં આ રજૂઆત કરી હતી. અરજદારે મોડી રાત સુધી લાઉડ સ્પીકરના કારણે પરેશાની થતી હોવાની ફરિયાદ કરી હતી. જે બાદ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ નાગરિક 12 વાગ્યા પછી વાગતા લાઉડ સ્પીકર બાબતે ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch