Sat,27 April 2024,4:46 am
Print
header

કોંગ્રેસ હિન્દુ વિરોધી પાર્ટી, ભરતસિંહ સોલંકી પર હાર્દિક પટેલનો જોરદાર પ્રહાર- Gujarat Post

ભરતસિંહના રામ મંદિર પર આપેલા નિવેદન બાદ હાર્દિક પટેલે કર્યો પલટવાર

કોંગ્રેસ પાર્ટી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે

હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે તમને ભગવાન શ્રી રામ સાથે શું દુશ્મની છેઃ હાર્દિક

અમદાવાદઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યાં બાદ હાર્દિક પટેલે કૉંગ્રેસના નેતાઓને આડે હાથ લીધા છે. ભરતસિંહ સોલંકીએ રામ મંદિર પર આપેલા નિવેદન બાદ હાર્દિકે કૉંગ્રેસને ટ્વિટ કરીને આડે હાથ લીધી છે. હાર્દિક પટેલે ટ્વિટ કરીને લખ્યું કે, મેં પહેલા પણ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કરે છે, આ લોકોએ હંમેશા હિન્દુ ધર્મની આસ્થાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે.આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું છે કે રામ મંદિરની ઈંટો પર કૂતરા પેશાબ કરે છે.

હાર્દિકે કહ્યું કે હું કોંગ્રેસ અને તેના નેતાઓને પૂછવા માંગુ છું કે તમારી ભગવાન શ્રી રામ સાથે શું દુશ્મની છે ? હિન્દુઓથી આટલી નફરત કેમ ? સદીઓ બાદ અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બની રહ્યું છે તેમ છતાં કોંગ્રેસના નેતાઓ ભગવાન શ્રીરામ સામે ગમે તેમ નિવેદનો આપી રહ્યાં છે.

ભરતસિંહ સોલંકીએ રામ મંદિર અંગે નિવેદન આપતા કહ્યું કે, રામ મંદિર માટે શિલાઓ ભેગી કરી હતી. તે શિલાઓ પર કૂતરા પેશાબ કરતા થઈ ગયા. મહિલાઓએ કુમકુમ તિલક કરીને ગામના પાદરે શિલાઓ મૂકી હતી. કુમ કુમ ચાંદલાઓ અને પૂજા કરી રામશીલા અયોઘ્યા મોકલી હતી. મંદિરના નામે ઉઘરાવેલા રૂપિયાનો ભાજપે દેશને જવાબ આપવો જોઇએ.

હાર્દિક પટેલ ભાજપની પ્રશંસા કરી ચૂક્યો છે તેથી ભાજપમાં જોડાવાની સંભાવના છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હાર્દિક પટેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રુપાલા અને આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં પાર્ટીનો ખેસ ધારણ કરી શકે છે અને હવે તે કોંગ્રેસ સામે ખુલીને બોલી રહ્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch