Fri,26 April 2024,6:42 pm
Print
header

T- સીરીઝે હનુમાન ચાલીસાનો બનાવ્યો નવો રેકોર્ડ, યુ ટયુબ વ્યુમાં એક બિલિયનને પાર

ભુષણકુમારે ટવીટ કરીને  પિતા ગુલશનકુમારને યાદ કર્યા. 

મુંબઇઃ લોકડાઉનના સમયમાં દુરદર્શન પર રામાનંદ સાગરની રામાયણે નવો જ રેકોર્ડ બનાવ્યો હતો. જેમાં દુનિયામાં સૌથી વધારે જોવાતા કાર્યક્રમનો રેકેર્ડ બનાવીને ઇતિહાસ રચી દીધો છે.ત્યારે લોકડાઉનમાં ટી સીરીઝે પણ હનુમાન ચાલીસામાં નવો ઇતિહાસ બનાવ્યો છે. હનુમાન ચાલીસા યુ ટ્યુબ પર એક બિલિયન એટલે કે 10 કરોડ વ્યુનો બેન્ચમાર્ક આંક પાર કરનાર પ્રથમ ડિવોશનલ વીડિયો બની ગયો છે.ટી સીરીઝના ભુષણ કુ્મારે આ ખુશખબરી ટ્વીટર પર આપતા લખ્યું છે કે આજે ટી સીરીઝ પરિવાર માટે આનંદનો સમય છે.  અમારા હનુમાન ચાલીસાના વીડિયોએ યુ ટ્યુબ પર એક બિલિયન વ્યુ હાંસલ કરનાર પ્રથમ ભક્તિ વીડિયોમાં સ્થાન મેળવ્યું છે,  તેમના પિતાને યાદ કરતા કહ્યું કે ડેડ તમારા આર્શીવાદ આમ જ અમારા પર બન્યાં રહેવાના છે, આવા અનેક મુકામો હાસંલ કરવામાં અમને મદદ કરો. 

આ વીડિયો 2011માં યુ ટ્યુબ ચેનલ પર અપલોડ કરાયો હતો. જેને હરિહરને સ્વર આપ્યો હતો , લલિતસેન અને ચંદરને મ્યુઝિક તૈયાર કર્યુ હતુ. હનુમાન ચાલીસાની રચના  તુલસીદાસે કરી હતી.આ વીડિયો ટી સીરીઝની યુ ટ્યુબ ચેનલ ભક્તિસાગર પર અપલોડ કરાયો હતો.લોકડાઉનમાં ઇન્ટરનેટ વપરાશ વધતા યુ ટ્યુબ લોકોએ વીડિયો સૌથી વધારે પસંદ કર્યો હતો.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch