Fri,26 April 2024,1:32 pm
Print
header

BJP નેતા સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ કરશે CBI- Gujaratpost

સોનાલી ફોગાટ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરવા ખાપ પંચાયત મળી હતી

હરિયાણામાંથી ખાપના નેતાઓ રહ્યાં હતા હાજર 

ગોવા, હરિયાણાઃ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું છે કે ભાજપ નેતા સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે. ફોગાટનું 23 ઓગસ્ટે ગોવાની એક રેસ્ટોરન્ટમાં મોત થઇ ગયું હતુ.તેને રેસ્ટોરન્ટમાંથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. અત્યાર સુધી ગોવા પોલીસે આ કેસમાં સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદરની ધરપકડ કરી છે. હવે ગોવા સરકારે આ કેસ સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો છે.

સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ CBI કરશે.આ મામલામાં સોનાલી ફોગાટની દીકરી યશોધરા ફોગાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માંગ કરી હતી કે સોનાલી ફોગાટ હત્યા કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવામાં આવે.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું, અમે સોનાલી ફોગાટ મૃત્યું કેસ સીબીઆઈને આપી રહ્યાં છીએ. અમને હરિયાણા સરકાર અને તેમના પરિવાર તરફથી સતત માંગ કરવામાં આવી રહી હતી કે આ કેસ કેન્દ્રીય એજન્સીને સોંપવામાં આવે અને પરિવારને ન્યાય મળે.

યશોધરા ફોગાટે હિસારની ખાપ પંચાયતમાં કહ્યું હતુ કે અમે આ મામલે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ.અમને હવે સરકાર પાસેથી કોઈ આશા નથી અને ન તો તેમની પાસેથી કોઈ આશ્વાસન મળ્યું છે.

રવિવારે હરિયાણાના હિસારમાં ખાપ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં યશોધરા ફોગાટે ન્યાયની માંગ કરી હતી. સોનાલી ફોગાટના મૃત્યુની સીબીઆઈ તપાસની માંગ કરવા ખાપ પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાપ પંચાયતમાં સમગ્ર હરિયાણામાંથી ખાપના નેતાઓ હાજર રહ્યાં હતા.

યશોધરાનો જીવ જોખમમાં ?

થોડા દિવસો પહેલા સોનાલી ફોગટની દીકરીએ પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો. યશોધરાએ પત્રમાં લખ્યું હતુ કે, મારી માતાની હત્યાની સીબીઆઈ તપાસ થવી જોઈએ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીડિત પરિવારે યશોધરા માટે પોલીસ સુરક્ષાની માંગ કરી છે. સોનાલીના ગયા પછી દીકરી યશોધરા તેની તમામ મિલકતની વારસદાર છે.આ સ્થિતિમાં પરિવારનું કહેવું છે કે યશોધરાના જીવને ખતરો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch