Sat,27 April 2024,10:12 am
Print
header

પાછા બાપુ મેદાનમાં, વિધાનસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ નવા જૂનીના આપ્યાં સંકેત- Gujaratpost

ગુજરાતમા દારૂબંધી શક્ય નથી, સરકારનો કંટ્રોલ નથી માટે હપ્તાખોરી થાય છે

બાપુએ કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપ્યાં 

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરીથી સક્રિય થયા છે. બાપુએ રાજકારણમાં જોડાવા મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કોંગ્રેસમાં જોડાવાના સંકેત આપી દીધા છે, કોંગ્રેસ સાથે ચર્ચા ચાલુ હોવાનો દાવો કર્યો છે. શંકરસિંહ બાપુએ કહ્યું, છેલ્લા એક વર્ષથી ગુજરાતમાં રાજકીય શૂન્યાવકાશ છે અને નેતાગીરી પણ નથી, 27 વર્ષથી એક જ પક્ષનું શાસન છે પરંતુ સામે કોઈ સક્રિય નથી.

બાપુએ કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી હટાવવી જોઈએ. કોંગ્રેસના મિત્રો સાથે ચર્ચા ચાલે છે. અગાઉ પ્રજા શક્તિ પાર્ટી બનાવી હતી પરંતુ તેમાં આગળ વધી શક્યા નથી. દારુબંધી પર વાત કરતા કહ્યું, સરકારનો કંટ્રોલ નથી માટે હપ્તાખોરી થાય છે.  નશાબંધીની નીતિ સફળ ન થાય તેના અનેક કારણો છે. ગુજરાતમા દારૂબંધી શક્ય નથી અને આ મામલે સરકારે કંઇક વિચારવું જોઇએ.

શંકરસિંહે જણાવ્યું કે દારૂબંધી હટાવવી વિધાનસભાના હાથમાં છે. દારૂબંધીના નાટકનો હું વિરોધી છું. એટલે માની લો કે મારે કોંગ્રેસમાં જવાનું થાય તો મારી પહેલી શરત હશે કે વિધાનસભાના સભ્યો એવું નક્કી કરે કે આપણે ગુજરાતમાં દારૂબંધી કાઢી નાંખવી છે,આવા લઠ્ઠાકાંડ ન થવા જોઇએ અને લોકોના જીવ બચવા જોઇએ.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch