Sun,28 April 2024,10:06 pm
Print
header

ગુજરાત ચૂંટણી પરિણામઃ 182 બેઠકો પર 1621 ઉમેદવારોના ભાવિનો આજે ફેંસલો- Gujarat Post

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સવારે 8 વાગ્યાથી મત ગણતરી શરૂ થઈ છે. રાજ્યના 37 કેન્દ્રો પર મતગણતરી થઈ રહી છે. સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ પર હાજર છે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી તૈનાત છે, ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા માટે બે તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી. વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. પહેલા તબક્કાની 89 બેઠકો માટે 788 ઉમેદવારો અને બીજા તબક્કાની 93 બેઠકો માટે 833 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાયો હતો. ચૂંટણીના બંને તબક્કામાં કુલ 64.30 ટકા મતદાન નોંધાયું છે. જે ગત ચૂંટણી કરતા 4 ટકા ઓછું છે. ગુજરાતમાં 2017માં બંને તબક્કામાં કુલ 68 ટકા મતદાન નોંધાયું હતું.

બંન્ને તબક્કામાં 29 જેટલાં રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા હતા, 10 રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ તબક્કામાં અને 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch