Fri,26 April 2024,7:18 pm
Print
header

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે વન ડે- વન ડીસ્ટ્રીક કાર્યક્રમની કરી શરૂઆત, જાણો શું છે ખાસ ? Gujarat post

વન ડે વન ડીસ્ટ્રીકટ' કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લામાં તેઓ એક દિવસ રહેશે

ડોકટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, દિવ્યાંગો, શ્રમિકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની મુલાકાત કરશે.

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો એક્ટિવ થઈ રહ્યાં છે. ભાજપ દ્વારા ચૂંટણીમાં ભવ્ય જીતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આજે તાપીના વ્યારામાં ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને 'વન ડે વન ડીસ્ટ્રીક' કાર્યક્રમની શરૂઆત કરાઇ છે. વ્યારામાં  ઢોલ-નગારા સાથે સીઆર પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વિધાનસભા ચૂંટણી 2022ની તૈયારીઓ 

મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉમટ્યાં 

વ્યારામાં સીઆર પાટીલનું સ્વાગત ઢોલ-નગારા સાથે કરવામાં આવ્યું

સુરતના ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ખાતે પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ પણ યોજવામાં આવી હતી. ભાજપ પ્રદેશ અધ્યક્ષની આગેવાની હેઠળ યોજાનારા 'વન ડે વન ડીસ્ટ્રીકટ' કાર્યક્રમની માહિતી આપવામાં આવી હતી.પાટીલે તાપી જિલ્લાના વ્યારા ખાતેથી તેમના 'વન ડે વન ડીસ્ટ્રીકટ' કાર્યક્રમની શરૂઆત કરી છે.

'વન ડે વન ડીસ્ટ્રીકટ' કાર્યક્રમ અંતર્ગત દરેક જિલ્લામાં એક દિવસ રહેશે. ભાજપ પ્રદેશ પ્રમુખ  સાધુ-સંતોના આશીર્વાદ મેળવશે. તેમજ ડોકટરો, વકીલો, ઉદ્યોગપતિઓ, દિવ્યાંગો, શ્રમિકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની મુલાકાત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં અવિરત પ્રવાસ કરી રહ્યાં છે, તે જ રીતે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા દેશભરમાં સતત પ્રવાસ દ્વારા સંગઠનનું સશક્તિકરણ કરી રહ્યાં છે. વન ડે વન ડીસ્ટ્રીકટ કાર્યક્રમ હેઠળ સીઆર પાટીલ રાજ્યમાં પ્રવાસ કરીને પક્ષને મજબૂત કરવાનું કામ કરશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch