Mon,29 April 2024,1:50 pm
Print
header

Fact Check: Good Morning મેસેજ મોકલવા પર 18 ટકા GST ની વાત અફવા છે- Gujarat Post

Gujarat Post Fact Check News: સોશિયલ મીડિયા પર એક અખબારનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર 1 એપ્રિલથી મોકલવામાં આવતા તમામ ગુડ મોર્નિંગ મેસેજ પર ટેક્સ લગાવશે. આવા મેસેજ પર 18 ટકા GST નક્કી કરવામાં આવ્યો છે. અમારા ફેક્ટ ચેક દરમિયાન 2018માં એક હિન્દી અખબારમાં પ્રકાશિત થયેલા વ્યંગાત્મક સમાચાર અમને મળ્યાં છે. જેને લોકો સાચું માનીને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે.

સોશિયલ મીડિયા યુઝર 'ડીસી ઉપાધ્યાયે' વાયરલ પોસ્ટ (આર્કાઇવ લિંક) શેર કરતી વખતે લખ્યું, "ગુડ મોર્નિંગ મેસેજીસ બંધ કરો!" વાયરલ થયેલા ન્યૂઝપેપર કટિંગમાં લખવામાં આવ્યું છે કે જો તમે પણ તમારા મિત્રો, સંબંધીઓ અને પરિચિતોને વહેલી સવારે મેસેજ કરો છો તો સાવધાન થઈ જાવ. રિપોર્ટ સામે આવ્યાં બાદ સરકારે આ નિર્ણય લીધો છે, જે મુજબ વહેલી સવારે લાખો ગુડ મોર્નિંગ મેસેજ મોકલવાને કારણે ઈન્ટરનેટ સ્લો થઈ જાય છે. વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં ઇન્ટરનેટને લઇને આવું થઈ રહ્યું છે. આ GST મોબાઈલ બિલ સાથે ભરવાનો રહેશે.

Gujarat Post Fact Check News: અમારા ફેક્ટ ચેક દરમિયાન અખબારના કટિંગને ધ્યાનથી જોયું. જેમાં આર્ટિકલની નીચે ‘બુરા ના માનો હોલી હૈ’ લખેલું જોવા મળ્યું. માર્ચ 2018 માં પ્રકાશિત થયેલા વાયરલ દાવા સંબંધિત ઘણા સમાચાર અમને મળ્યાં, જેમાં તેને નવભારત ટાઈમ્સ દ્વારા રમૂજી રીતે લખાયેલ હોળી વિશેષ અહેવાલ તરીકે પબ્લિશ કરવામાં આવ્યો હતો.  અગાઉ પણ હોળીના અવસર પર નવભારત ટાઈમ્સ દ્વારા આવા વ્યંગાત્મક સમાચારો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આમ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો અખબારનો સ્ક્રીન શોટ બોગસ છે, સરકારે 18 ટકા જીએસટી લગાવવાનું નક્કી કર્યું નથી. આ દાવો માત્ર અફવા છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch