ગાંધીનગરઃ આજે વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠાંને કારણે ખેતીપાકને મોટું નુકસાન થવાની શક્યતા છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 20 તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ગીર સોમનાથના તાલાલામાં 38 એમએમ વરસાદ નોંધાયો છે, જ્યારે પાટણ-વેરાવળમાં 31 એમએમ, જૂનાગઢના વંથલીમાં 24 એમએમ વરસાદ પડ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમા પવન અને ગાજવીજ સાથે 2 થી 3 ઇંચ સુધી કમોસમી વરસાદની આગાહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છે. સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મૂશળધાર વરસાદ વરસ્યો છે. ભર શિયાળે ચોમાસું જામ્યું હોય એવો માહોલ જોવા મળ્યો છે. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે માવઠું છે.
અમરેલીમાં સાર્વત્રિક વરસાદ છે. સાવરકુંડલાના ઘણા ગામોમાં કરા સાથે વરસાદ છે.ધારી અને આજુબાજુના સરસીયા, ફાચરીયા, ગોવિંદપુર, ખીચા, વિસ્તારમાં સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે,જેનાથી તુવેર, ચણા, ધાણા અને એરંડાના પાકને નુકશાન થવાની ભીતિ છે.
હાલ રાજ્યમાં લગ્ન સિઝન ચાલી રહી છે. ઘણા લોકોએ પાર્ટી પ્લોટમાં લગ્નોનું આયોજન કર્યુ છે.પરંતુ વરસાદ પડતાં પાર્ટી પ્લોટ અને ખુલ્લી જગ્યામાં લગ્ન કરનારાઓમાં દોડાદોડી મચી ગઈ છે. લગ્નમાં વરસાદ વિલન બન્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ખેતીને પણ ભારે નુકસાન થવાની શક્યતા છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
અમદાવાદમાં પોલીસ હેડક્વાર્ટર પાસે દારૂની મહેફિલ માણતાં પોલીસકર્મી સહિત 5 સામે ગુનો નોંધાયો- Gujarat Post | 2024-10-13 11:54:56
Baba Siddique News: રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતી પર ઉઠાવ્યાં સવાલ, સીએમ આવાસની સુરક્ષા વધારાઇ- Gujarat Post | 2024-10-13 11:50:51
બાબા સિદ્દીકી હત્યા કેસમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી, સલમાન ખાનની સિક્યુરીટી વધારી દેવામાં આવી | 2024-10-13 09:55:51
મહેસાણામાં કન્સ્ટ્રક્શન સાઇટની દુર્ઘટનામાં 9 મજૂરોનાં મોત, પીએમ મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ | 2024-10-12 17:04:39
કોલકત્તામાં દુર્ગા પૂજા વખતે મુસ્લિમ શખ્સોએ કરી ધમાલ, પૂજા બંધ કરાવવાની અને મૂર્તિ ખંડિત કરવાની આપી ધમકી- Gujarat Post | 2024-10-12 11:52:54
જામ સાહેબે ઉત્તરાધિકારીની કરી જાહેરાત, પૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામનગરના રાજવી પરિવારના બનશે વારસદાર | 2024-10-12 09:22:30
વધુ એક દુષ્કર્મ...વડોદરામાં ધોરણ-12 ની માસૂમ વિદ્યાર્થિની પર બળાત્કારની ઘટનાથી હડકંપ | 2024-10-11 18:04:38
જામનગરમાં PGVCL ની ઓફિસમાં લાકડી બતાવવી મહિલા કોર્પોરેટરને ભારે પડ્યું, પોલીસે નોંધી ફરિયાદ | 2024-10-11 11:34:25
લાંચિયાઓ પર સકંજો....અમદાવાદમાં CGST ના બે અધિકારીઓ રૂ 1 લાખ 25 હજારની લાંચ લેતા ACB ના હાથે ઝડપાયા | 2024-10-10 13:45:01
BSides Ahmedabad 2024- દુનિયાભરના 200 થી વધુ હેકર્સ આવી રહ્યાં છે અમદાવાદમાં, અનેક ઉદ્યોગગૃહો અને ગુજરાત પોલીસ લેશે ભાગ | 2024-10-10 11:31:40
જીએસટી બિલિંગ કૌભાંડમાં ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર મહેશ લાંગાની કરી ધરપકડ, ધારાસભ્યના પુત્રની પણ પૂછપરછ | 2024-10-09 08:57:21
ગુજરાત ATS અને NCB નું સંયુક્ત ઓપરેશન, અંદાજે 1841 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કરાયું જપ્ત | 2024-10-06 12:53:04
આ નવરાત્રી નથી....લવરાત્રી છે....સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુએ ઉભો કર્યો નવો વિવાદ | 2024-10-05 15:05:18
કોંગ્રેસના જેની ઠુમ્મરે દુષ્કર્મને લઇને ભાજપ નેતાને ઘેરી લીધા, પોલીસે કહ્યું આવી કોઇ ઘટના નથી બની | 2024-10-11 11:33:03
ACB એ ઇન્ડિયન બેંકના મેનેજરને રૂ.15 હજારની લાંચ લેતા ઝડપી લીધો | 2024-10-10 20:40:37