Sun,28 April 2024,10:36 pm
Print
header

Big News- ગુજરાતમાં ફરી ખિલશે કમળ ! Exit Poll મુજબ ભાજપને મળશે આટલી બેઠકો

ટીવી9 ના સર્વે મુજબ 182 માંથી ભાજપને 125-130, કોંગ્રેસને 40-50 અને આમ આદમી પાર્ટીને 3-5 બેઠકો મળવાનો દાવો 

ABP-C વોટરના સર્વેમાં ભાજપને 128-140, કોંગ્રેસને 31-40 આપને 3-11 બેઠક મળવાનો દાવો 

એક્ઝિટ પોલમાં કરાયો દાવો, ફરી દેખાયો મોદીનો જાદુ !

અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા પછી હવે એક્ઝિટ પોલ સામે આવી રહ્યાં છે. ટીવી 9 ના સર્વે મુજબ ગુજરાતમાં ભાજપને 125-130, કોંગ્રેસને 40-50 અને આમ આદમી પાર્ટીને 3-5 બેઠકો મળવાનો દાવો કરાયો છે.

ABP-C વોટરના સર્વેમાં ભાજપને જીત મળી રહી હોવાનો દાવો થયો છે, ગુજરાતમાં ફરીથી મોદીનો જાદુ ચાલ્યો છે અને ભાજપનું કમળ ખિલી રહ્યું છે. ABP-C વોટરના સર્વેમાં ભાજપને 128-140, કોંગ્રેસને 31-40 આપને 3-11 બેઠક મળવાનો દાવો કરાયો છે.

દક્ષિણ ગુજરાતઃ ABP-C વોટર મુજબ દક્ષિણ ગુજરાતમાં ભાજપને 24-28 બેઠકો મળવાનો દાવો છે, કોંગ્રેસને 4 થી 6, આપને 1થી 3 બેઠકો મળવાનો દાવો કરાયો છે.

ઉત્તર ગુજરાતઃ ભાજપને 21થી 25 બેઠકો, કોંગ્રેસને 6 થી 10 અને આપને 2 બેઠકો મળવાનો દાવો કરાયો છે.
અન્યને 2 બેઠકો મળી શકે છે.

સૌરાષ્ટ્રઃ 54 માંથી 36-40 બેઠકો મળવાનો અંદાજ છે, કોંગ્રેસને 8-12, આપને 4-6, અન્યને 2 બેઠકો મળવાનો અંદાજ છે.

મધ્ય ગુજરાતઃ ABP-C વોટર એક્ઝિટ પોલમાં ભાજપ 45-49, કોંગ્રેસને 11-15, આપ-1 અન્યને 1 બેઠક મળી શકે છે.

રિપબ્લિક ન્યૂઝ એક્ઝિટ પોલઃ ફરી ભાજપનો દબદબો જોવા મળ્યો છે, ગુજરાતમાં ભાજપને 128 થી 148 , કોંગ્રેસને 30-42, આમ આદમી પાર્ટીને 2 થી 10 બેઠકો મળવાનો દાવો છે, અન્યને 3 બેઠકો મળી શકે છે.

P-MARQ એક્ઝિટ પોલઃ ફરીથી અહીં ભાજપે બાજી મારી છે, ભાજપને 128-148, કોંગ્રેસને 30-42, આમ આદમી પાર્ટીને 2-10 અને અન્યને 1-2 બેઠકો મળવાનો અંદાજ છે.

ન્યૂઝ એક્સ અને જન કી બાત એક્ઝિટ પોલઃ ભાજપને 117થી 140 બેઠકો, કોંગ્રેસને 34-51 બેઠકો, AAPને 6થી 13 બેઠકો, અન્યને 1થી 2 બેઠકો મળવાનો અંદાજ છે.

ટીવી9 નો સર્વેઃ ભાજપને 125-130, કોંગ્રેસને 40-50 અને આમ આદમી પાર્ટીને 3-5 બેઠકો મળવાનો દાવો કરાયો છે.

ગુજરાતમાં એક્ઝિટ પોલમાં ફરીથી ડબલ એન્જિનની સરકાર બનાવાનો દાવો કરાયો છે, ફરીથી મોદીનો જાદુ કામ કરી ગયો છે. આપ અને કોંગ્રેસનો અહીં સફાયો દેખાઇ રહ્યો છે, મોદી કહેતા હતા ભૂપેન્દ્ર મારો રેકોર્ડ તોડશે, જેના પર લાગી રહ્યું છે કે મોદી સીએમ હતા તે વખતે જે 127 બેઠકો હતી તેના કરતા આ વખતે વધારે બેઠકોથી ભાજપની જીત થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch