અમદાવાદઃ ગુજરાત જાણે કે માદક પદાર્થોનું હબ બનવા જઈ રહ્યું હોય તેમ લાગે છે. ડ્રગ્સ બાદ હવે ગાંજાની હેરફેરીની નવી મોડસ ઓપરેન્ડી ઝડપાઈ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ્સ વિભાગે સંયુક્ત ઓપરેશન કરીને એરપોર્ટ પોસ્ટ પાર્સલમાં આવતા સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાના મોટા જથ્થાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. ડ્રગ્સ માફિયાઓ કેનેડા, અમેરિકા, થાઈલેન્ડ સહિતના દેશોમાંથી પાર્સલ મંગાવતા અને તેમાં ચીજવાસ્તુની આડમાં ગેરકાયદેસર વેપાર કરતા હતા.
હાલના પકડાયેલ સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાનો મોટો જથ્થો લંચ બોક્સ, ચોકલેટસ, લેડીઝ ડ્રેસ, વિટામિન કેન્ડી, ટેડીબીયરની આડમાં છુપાવીને લાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. નશાનો કારોબાર ચલાવતા શખ્સોએ અમદાવાદ એરપોર્ટ પર 14 જેટલા પાર્સલો મોકલેલા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પકડાયેલ સિન્થેટીક અને હાઈબ્રિડ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં રૂ. 1.25 કરોડની કિંમતનો હોવાનું મનાઇ રહ્યું છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. પકડાયેલા હાઇબ્રીડ ગાંજાની એક ગ્રામની કિંમત 3000-3500 રૂપિયાની છે. પકડાયેલા 14 પાર્સલો અલગ-અલગ દેશોમાંથી મોકલવામાં આવ્યાં હતા, જેમાં મોકલનારના ખોટા નામ અને સરનામાં લખેલા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પાકિસ્તાને ભારતના બીએસએફ જવાનને પરત સોંપ્યાં, 20 દિવસ બાદ પુર્નમ કુમાર અટારી વાઘા બોર્ડરથી પરત આવ્યાં | 2025-05-14 13:57:57
કેનેડાના પીએમ માર્ક કાર્નેએ આ ભારતીય મહિલાને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા, ભારત સાથેના સંબંધો સુધરશે | 2025-05-14 09:48:12
અમદાવાદઃ પાલતુ શ્વાને ચાર મહિનાની બાળકી પર કર્યો હુમલો, માથામાં બચકું ભરીને ખોપરી ફાડી નાખતા મોત | 2025-05-14 08:56:23
પાકિસ્તાનને PoK ખાલી કરવા કહી દેવામાં આવ્યું, ભારતે કાશ્મીર મુદ્દે ટ્રમ્પને પણ આપ્યો સણસણતો જવાબ | 2025-05-13 19:57:00
Acb ટ્રેપઃ રૂ.40 હજારની લાંચમાં PSI સહિત બે પોલીસકર્મીઓ પર સકંજો કસાયો | 2025-05-13 19:40:50
ACB ટ્રેપઃ રૂ. 2 લાખની લાંચના કેસમાં ખાણ ખનિજ વિભાગના 4 અધિકારીઓ-કર્મચારીઓ પર સકંજો | 2025-05-13 12:49:10
ડેટિંગ એપ દ્વારા ઉદ્યોગપતિ સાથે રૂ.1.60 કરોડ રૂપિયાની છેતરપિંડી, હનીટ્રેપમાં ફસાવનારા બે આરોપીઓની ધરપકડ | 2025-05-13 09:05:56
અંધશ્રદ્ધા....કડીના ખાવડ ગામે ભુવાએ તલવારથી જીભ કાપી હોવાનો દાવો - Gujarat Post | 2025-05-12 09:00:39
આદમપુર એરબેઝ પહોંચીને મોદીએ કહ્યું દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું, પાકિસ્તાનની આ એરબેઝ પર હુમલાની વાત ખોટી સાબિત થઇ | 2025-05-13 16:19:44
ગુજરાતમાંથી અમેરિકન સ્ટાઈલમાં બાંગ્લાદેશીઓને ઘરભેગા કરવામાં આવ્યાં- Gujarat Post | 2025-05-08 08:02:13
અમદાવાદમાં વક્ફની જમીન પચાવી પાડનારને ત્યાં ED ની ટીમો ત્રાટકી - Gujarat Post | 2025-05-06 13:06:09
અમદાવાદના વાતવારણમાં અચાનક પલટો, ભારે પવન સાથે ઠેર-ઠેર ઉડી ધૂળની ડમરીઓ | 2025-05-05 18:42:08