Sat,04 May 2024,12:24 am
Print
header

ACB ટ્રેપ- SGST ના કેસમાં મદદ કરવાના નામે 2 લાખ રૂપિયાની લાંચ લેતા બે લોકો ઝડપાઇ ગયા

SGST ના અધિકારીનાં નામે લેવાઇ લાંચ

એસીબીએ કર્યો લાંચકાંડનો પર્દાફાશ

ગાંધીનગરઃ એસીબીએ ફરી એક વખત લાંચના કેસમાં મોટી કાર્યવાહી કરી છે, કિરણસીંહ વિજયસિંહ ચંપાવત (પ્રજાજન),
નિતેષ સંતોષકુમાર ટેકવાની (પ્રજાજન ) નાના ચિલોડાને રૂપિયા 2 લાખની લાંચના કેસમાં ઝડપી પાડ્યાં છે.

આરોપીઓએ રવી પાન પેલેસ, ઈન્દીરાબ્રીજ સર્કલ, સરદાર નગર, અમદાવાદમાં લાંચ લીધી ત્યારે જ એસીબીએ તેમને ઝડપી પાડ્યાં હતા.ફરીયાદીનાં ભાઇની મોબાઇલ એસેસરીઝની દુકાન પર 5 મહીના અગાઉ સ્ટેટ જીએસટીની રેડ પડી હતી.ત્યાર બાદ
SGST ની કાર્યવાહીમાં મદદ કરવા માટે કોઇ અધિકારીના નામે રૂપિયા 50 લાખની લાંચ માંગવામાં આવી હતી.

બંને આરોપીઓ ખાનગી સમાચાર પત્રના તંત્રીઓ છે

બાદમાં 21 લાખ રૂપિયામાં બધુ નક્કિ કરવામાં આવ્યું હતુ, જેમાં 2 લાખ રૂપિયાનો પહેલો હપ્તો લેવા આવેલા આરોપીને એસીબીએ ઝડપી પાડ્યો હતો,ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કહ્યો હતો, જેમાં નિતેષ લાંચની રકમ સાથે ઝડપાઇ ગયો હતો અને તેને કિરણસિંહ સાથે ટેલિફોનીક વાત કરી હતી.

ટ્રેપીંગ અધિકારીઃ એસ.એન.બારોટ,
પો.ઇન્સ. ફિલ્ડ-૩, ઈન્ટે.વીંગ,
એ.સી.બી,અમદાવાદ

મદદમાંઃ ડી.બી.મહેતા,પો.ઇન્સ. એ.સી.બી.
ફિલ્ડ-3 ઇન્ટે.) અમદાવાદ

સુપરવિઝન અધિકારીઃ એ.વી.પટેલ
મદદનીશ નિયામક,એ.સી.બી. ફિલ્ડ3(ઇન્ટ.) અમદાવાદ

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch