Sun,05 May 2024,8:10 pm
Print
header

Fact Check News: પેટ્રોલ પંપો પર લાંબી લાઇનો...શું હિટ એન્ડ રનના કાયદા અંતર્ગત ટ્રક ચાલકોની હડતાળથી પેટ્રોલ-ડીઝલ નહીં મળે ? Gujarat Post

સરકારે કાયદો હાલ પુરતો મુલતવી રાખ્યો
 
હાલમાં નહીં થાય કાયદાનો અમલ

Fact Check News: અમદાવાદઃ તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાને લઈને વિવાદ ઉભો થયો છે. નવા કાયદામાં 'હિટ એન્ડ રન' રોડ અકસ્માતના કેસમાં 7 લાખ રૂપિયાનો દંડ અને 10 વર્ષની જેલની જોગવાઈ છે. જેને લઈને ટ્રક ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશના વિવિધ રાજ્યોમાં ટ્રક ચાલકો સરકાર સામે જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યાં છે.

ઓલ ઈન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે કહ્યું છે કે આ જોગવાઈઓને કારણે ટ્રક ડ્રાઈવરોને અયોગ્ય હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.તેથી આ કાયદો પાછો ખેંચવો જોઈએ. આ જોગવાઈઓ હજુ અમલમાં આવી નથી. ટ્રક ડ્રાઈવરો દ્વારા સૌથી વધુ હિંસક વિરોધ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. એસોસિયેશનના સેક્રેટરી અકીલ અબ્બાસનું કહેવું છે કે છત્રપતિ સંભાજીનગરના કેટલાક પેટ્રોલ પંપો પર કામ પહેલાથી જ બંધ થઈ ગયું છે.

ટ્રક ડ્રાઇવરોની હડતાળને પગલે દેશ અને ગુજરાતના અલગ અલગ પેટ્રોલ પંપો પર વાહનોની લાંગી લાઈનો લાગી છે. પેટ્રોલ પંપોના ટેન્કર ચાલકો પણ હડતાળમાં જોડાયા હોવાથી પેટ્રોલ પંપો પર પેટ્રોલ નહીં મળે તેવી ચર્ચાઓ સોશિયલ મીડિયામાં પણ શરૂ થઇ ગઇ છે. જો કે અમારા ફેક્ટ ચેકમાં આ વાત ખોટી સાબિત થઇ છે, અમે અનેક પંપો પર ટેલિફોનિક વાત કરી તો જાણવા મળ્યું કે આ વાત ખોટી છે, પેટ્રોલ પંપના સંચાલકોએ આ બધી વાતોને રદીયો આપ્યો છે. જેથી તમારે પેટ્રોલ- ડીઝલની ટાંકી ફૂલ કરાવવા લાઇનમાં ઉભા રહેવાની જરૂર નથી. દરેક પંપો પર પેટ્રોલ-ડીઝલ મળી જ રહ્યું છે, જથ્થો ઉપલબ્ધ પણ છે.

ટ્રકોની હડતાળથી અનેક જગ્યાએ ચક્કાજામના દ્રશ્યો

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch