Mon,29 April 2024,1:11 pm
Print
header

ડિંગુચા પરિવાર મોત કેસમાં સૌથી મોટા સમાચાર, આરોપી હર્ષ પટેલની અમેરિકામાં ધરપકડ કરાઇ

(મૃતક પરિવારનો ફાઇલ ફોટો)

બે વર્ષ પહેલા પરિવારનું બરફમાં થીજી જતા મોત થઇ ગયું હતુ.

અમેરિકાઃ કેનેડાથી અમેરિકામાં બોર્ડર ક્રોસ કરાવતી વખતે ડિંગુચાનો પરિવાર વિખેરાઇ ગયો હતો, બે બાળકો સહિત આ દંપત્તિનું મોત થઇ ગયું હતુ, ગેરકાયદેસર રીતે વિદેશ જવાના મોહમાં આ તમામ ચારેયના મોત થઇ ગયા હતા, આ કેસમાં હવે આરોપી હર્ષ પટેલની ધરપકડ કરાઇ છે.

શિકાગો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી જ હર્ષ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે, તે દેશ છોડવા જઇ રહ્યો હતો ત્યારે જ પોલીસે તેની ધરપકડ કરી છે.

કેનેડાથી મેનિટોબાની દક્ષિણ સરહદ પર થીજી જવાથી પરિવારના 4 સભ્યોનાં મોત થઇ ગયા હતા, આ ઘટના બાદ ગુજરાત પોલીસે અનેક એજન્ટો સામે કાર્યવાહી કરી હતી. જેમાં હવે પકડાયેલા હર્ષ રમણલાલ પટેલની પૂછપરછમાં મોટા ખુલાસા થશે. આરોપીએ આવી રીતે અનેક પરિવારો પાસેથી રૂપિયા લઇને ઘૂસણખોરી કરાવી હોવાનું સામે આવ્યું છે. ડિંગુચાનો પરિવાર જ્યારે સરહદ પર હતો ત્યારે પણ હર્ષ પટેલ તેમના એજન્ટોના સંપર્કમાં હતો અને તેને ડિંગુચાના પરિવારના લોકેશન પણ જે તે વખતે માંગ્યા હતા, ક્યાંથી તેમને પીકઅપ કરવાના છે તેની પણ વાત કરી હતી.

નોંધનિય છે કે કબૂતરબાજ હર્ષ પટેલ પહેલા કેનેડાની જેલમાં પણ જઇ આવ્યો છે અને તે બાદમાં અમેરિકામાં રહેતો હતો અને હવે તેની ધરપકડ કરાઇ છે.

(આરોપી હર્ષ પટેલનો ફોટો)

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch