Fri,26 April 2024,8:10 pm
Print
header

સીઆર પાટીલે કહ્યું પહેલા સહકારી સસ્થાઓમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓનું ઇલુ ઇલુ ચાલતુ હતુ...Gujaratpost

પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ રહ્યાં હાજર 

રાજકોટઃ જેતપુર-જામકંડોરણામાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની આગેવાનીમાં રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની આજે વાર્ષિક સાધારણ સભા જામકંડોરણામાં કન્યા છાત્રાલયમાં યોજાઈ હતી.આ સભામાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ભરત બોઘરા સહિતના નેતાઓએ હાજરી આપી હતી. સીઆર પાટીલે કહ્યું કે, મને છેલ્લા બે વર્ષથી પ્રદેશ અધ્યક્ષની જવાબદારી મળી છે, તે પહેલા તો બધુ ઈલુ ઈલુ ચાલતું હતું. આપણે આ બધુ બંધ કરાવી દીધું છે. ગમ્યુ હોય તો તાળી પાડો. આપણે મેન્ડેડ સિસ્ટમ કરીને આ બધુ બંધ કરાવ્યું છે. સહકારી સંસ્થાઓમાં પહેલા ભાજપ-કોંગ્રેસના નેતાઓનું ઇલુ ઇલુ ચાલી રહ્યું હતુ.

સીઆર પાટીલે જણાવ્યું કે વર્ષો પહેલા વિદેશી બેંકો ભારતમાં આવી ત્યારે તેમણે સર્વે કરાવ્યો હતો.જેમાં નેશનલ બેંકો સામે સીધો પડકારરૂપ હોય તો તે કો-ઓપરેટિવ બેંકો છે તેવું બહાર આવ્યું હતું. રાજકોટ જિલ્લા સહકારી બેંકે 136 કરોડ રૂપિયાનો નફો કર્યો એ સારી વાત છે. ખેડૂતો અને મંડળીઓની કાળજી કરી છે તે બદલ હું જયેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવું નેતૃત્વ તમને મળ્યું છે. ચરોતરમાં એક વલ્લભભાઈ અને એક વિઠ્ઠલભાઈ આવ્યાં અને તેઓએ સહકારી ક્ષેત્રે મોટું કામ કર્યું, એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ એક વિઠ્ઠલભાઈ આવ્યાં. તેમણે પણ સહકારી ક્ષેત્રને ખૂબ મજબૂત કર્યું.સાધારણ સભામાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહન કુંડારીયા, મંત્રી રાઘવજી પટેલ, મંત્રી અરવિંદ રૈયાણી સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch