Thu,25 April 2024,2:17 pm
Print
header

IPS નિર્લિપ્ત રાય સહિત સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના ફોન ટ્રેકિંગ કેસમાં થયો મોટો ખુલાસો- Gujarat Post

(પકડાયેલા એલસીબીના કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકી)

અમદાવાદઃ ભરૂચ એલસીબીના બે પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પોલીસ અધિકારીઓના ફોન ટ્રેસ કરવા મુદ્દે તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ બંને કોન્સ્ટેબલ દક્ષિણ ગુજરાતના કુખ્યાત બુટલેગર ચકો અને અન્ય 20 જેટલા બુટલેગરો તથા 10 કેમિકલ માફિયાઓ માટે છેલ્લા એક વર્ષથી કામ કરતા હતા. ગત વર્ષે સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતા જ બુટલેગરોએ કોન્સ્ટેબલોનો હપ્તો બમણો કરી દીધો હતો.

સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિર્લિપ્ત રાય સહિત 15 જેટલા પોલીસ અધિકારીઓના ફોનના લોકેશન ટ્રેક કરીને ભરૂચ જિલ્લામાં રેડ પહેલા જ બુટલેગરોને માહિતી આપીને રેડ નિષ્ફળ બનાવાતી હતી, ઝડપાયેલા એલસીબીના પોલીસ કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં તેમના મોબાઇલ ફોનના સીડીઆર તપાસતા બંને છેલ્લાં એક વર્ષથી સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓના ફોન ટ્રેક કરતા હતા. નિર્લિપ્ત રાયે સ્ટેટ મોનિટરિંગ સેલનો ચાર્જ સંભાળતા જ રાજ્યમાં અડ્ડાઓ પર દરોડાની કામગીરી વધી ગઇ હતી. ભરૂચના કેટલાંક અધિકારીઓ પણ સ્ટેટ મોનિટરિગ સેલના અધિકારીઓના સંપર્કમાં હોવાથી બુટલેગરો અને કેમિકલ માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.આ સમયે દક્ષિણ  ગુજરાતનો બુટલેગર ચકો એલસીબીના હાથે ઝડપાયો હતો. ત્યારે તે બંને કોન્સ્ટેબલના સંપર્કમાં આવ્યો હતો, જે બાદ બંનેને બમણા હપ્તાની ઓફર આપીને લોકેશન આપવાની કામગીરી સોંપી હતી. ત્યારથી આ સમગ્ર ઘટનાક્રમ ચાલતો હતો. પરંતુ એલસીબીની રેડ વારંવાર નિષ્ફળ જતાં ગુપ્ત તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘટનાનું પગેરું ભરૂચ એલસીબીના બે કોન્સ્ટેબલ સુધી પહોંચ્યું હતું.હજુ તપાસ જેમ આગળ વધશે તેમ અનેક ઘટસ્ફોટ થઈ શકે છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch