Fri,26 April 2024,6:11 pm
Print
header

સલમાનની બેશર્મી, અભિનવને કહ્યો સામાન, પતિના અપમાનથી નારાજ રુબીનાએ શો છોડવાની કરી વાત

મુંબઇઃ બિગ બૉસ 14માં મંગળવારના એપિસોડમાં હસી, મજાક, લડાઇ, ઇમોશન, ફરિયાદ એમ બધા પ્રકારના રંગ જોવા મળ્યા.અહીં સલમાન ખાને તોછડાઇ પૂર્વકનું વર્તન કરતાં અભિનવ શુક્લાને સામાન કહીને બોલાવ્યો હતો. આ વાત રુબીના દિલેકને બિલકુલ પસંદ ન આવી. તેણે બિગ બૉસને આની ફરિયાદ કરી અને શો છોડવાની વાત કરી. 

રુબીના દિલેક

રુબીનાને કન્ફેશન રુમમાં બોલાવાઇ. બિગ બૉસ રુબીનાને પુછે છે કે તુ કેમ છે, રુબીના કહે છે ઓકે. જેની પર બિગ બૉસ કહે છે કે એવું લાગતું તો નથી. કંઇક શેર કરવા માંગે છે. જેનો જવાબ આપતા રુબીના કહે છે કે શું તમે સાંભળવા માટે ઓપન છો. રુબીના કહે છે કે કાલે વાતવાતમાં એક વાત તેમના દિલને કાંટાની જેમ વાગી' તે વાત દિલથી નથી નીકળી રહી. હું ડિસ રિસ્પેક્ટેડ ફિલ કરી રહી છું. જ્યારે સલમાન સરે કહ્યું કે આ સામાન તમે લઇને આવ્યા છો પોતાની સાથે. તમે મારા પતિને સામાન કહીને બોલાવ્યો. હું મ્યુચ્યુઅલ રિસ્પેક્ટમાં વિશ્વાસ રાખું છું. 

આગળ રુબીનાએ કહ્યું- જો મને રિસ્પેક્ટ નથી મળતો તો હું અહીં કામ નહીં કરી શકું. હું આવી રીતે ફંકશન નહીં કરી શકું. જેની પર બિગ બૉસ કહે છે કે તમને જે વાતનું ખોટું લાગ્યું છે તે તમારા હિસાબે સ્વાભાવિક હોઇ શકે છે પરંતુ અમે ઘરમાં કોઇ સભ્યને અપમાન કરવા માટે નથી લાવતા.સલમાન ફક્ત પોતાની રીતે સમજાવી રહ્યા હતા. જેની પર રુબીના કહે છે કે હું એટલી સમજદાર છું કે આ બધુ સમજવા માટે કે તેમનું કનેક્શન ક્યાંથી હતું. 

અમારા માટે આ અપમાનિત હતું. આ વાત મને પરેશાન કરી રહી છે. તમે તેમને સામાન ન કહી શકો. મેં તેમને આ શો માટે મનાવ્યા હતા. બિગ બૉસ કહે છે કે તેમણે જે કહ્યું તેનો અર્થ એ બિલકુલ નહોતો કે તે આપની ઉપર બોજ છે કે તમારી મજબૂરી છે. તમે અમારા દ્રષ્ટિકોણથી જોશો તો તમને સમજાશે પરંતુ કદાચ તમે એ રીતે જોવા નથી માંગતા.રુબીનાએ કહ્યું કે આવા માહોલમાં હું કામ નહીં કરી શકું. મને અહીં કામ નથી કરવું. સલમાન સામે કંઇ જ નહીં, શોની સામે કંઇ જ નહીં. ત્યારબાદ રુબીના ઘણું રડે છે. બિગ બૉસ અભિનવને કન્ફેશન રુમમાં બોલાવે છે અભિનવને આ અંગે જણાવે છે. ત્યાર બાદ અભિનવ રુબીનાને સમજાવે છે. ત્યારપછી રુબીના કહે છે કે તે વીકેન્ડમાં સલમાન સર સાથે આ અંગે વાત કરશે. હવે જોવાનું રહેશે કે વીકેન્ડ વારમાં સલમાન આની પર કેવી રીતે રિએક્ટ કરે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar