Mon,29 April 2024,8:50 am
Print
header

માફી માંગો....ગીગા ભમ્મરના ચારણ-ગઢવી સમાજ પરના નિવેદનને લઈ રાજ્યભરમાં જોરદાર રોષ- Gujarat Post

ગીગા ભમ્મર દ્વારા ચારણ ગઢવી સમાજ માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો

વર્ષોથી આહીર અને ગઢવી વચ્ચે મામા- ભાણેજનાં અતૂટ સબંધ રહ્યાં છે

અનેક લોકસાહિત્યકાર અને અગ્રણીઓ દ્વારા આ ઘટનાને વખોડી કાઢવામાં આવી

રાજકોટઃ ચારણ-ગઢવી સમાજનું અપમાન કરવાનો મામલો વધુ ઉગ્ર બનતો જાય છે. ભાવનગર ગઢવી સમાજ દ્વારા અભદ્ર અને ગઢવી સમાજને હડધૂત ભાષા બોલનાર અને માતાજીની ટીકા કરનાર ગીગા ભમ્મર વિરુદ્ધ ભાવનગર એલ.સી.બીમાં ફરિયાદ અપાઈ છે. સમગ્ર ગુજરાત ચારણ- ગઢવી સમાજમાં ગીગા ભમ્મર સામે ભારે રોષ છે. કચ્છ, અમદાવાદ, ભાવનગર, રાણપુર, સહિત અનેક પોલીસ મથકોમાં ગીગા ભમ્મર વિરુદ્ધમાં અરજીઓ અને ફરિયાદો અપાઈ છે.આહીર સમાજના અનેક મોટા આગેવાનોના ચારણ સમાજના સમર્થનમાં અને ગીગા ભમ્મર વિરુદ્ધમાં નિવેદનો આવ્યાં છે.

ગીગા ભમ્મરે ચારણ સમાજ અને તેમના માતાજી વિશે જાહેર મંચ પરથી અશોભનીય ટિપ્પણી કરી હતી.એવી ટિપ્પણી કે, ચારણ સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. તળાજામાં આહિર જ્ઞાતિના સમૂહ લગ્નમાં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ચારણોની બહેન દિકરીઓ વિરુદ્ધ અયોગ્ય ટિપ્પણી કરી હતી. લોક સાહિત્યકાર માયાભાઈ આહીરે કહ્યું, ઘટના અને નિવેદનથી ચારણ સમાજ સાથે અમને પણ દુઃખ છે. આ જ્ઞાનના અભાવે એવું કર્યું હોય તેવું લાગે છે. ગીગા ભમ્મરના નિવેદનથી ગઢવી સમાજના કલાકારો અને આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે જો ગીગા ભમ્મર આ મામલે માફી નહીં માંગે તો તેની સામે વિરોધ વધશે તે નક્કિ છે. આ મામલો દિવસે દિવસે ઉગ્ર બની રહ્યો છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch