Fri,26 April 2024,7:53 am
Print
header

અમેરિકાથી રાજકોટ આવેલી ત્રણ વર્ષની બાળકી કોરોનાની ઝપેટમાં આવી- Gujarat Post

(ફાઇલ તસવીર)

દેશ અને ગુજરાતમાં ફરીવાર વધી રહ્યાં છે કોરોનાના કેસ

રાજકોટમાં ત્રણ વર્ષની બાળકી કોરોનાથી સંક્રમિત થઈ

અમેરિકાથી આવી છે આ બાળકી

દેશમાં છેલ્લા 24 કલાકમાં 12,781 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યાં

રાજકોટઃ દેશ અને ગુજરાતમાં ફરી એક વખત કોરોનાના કેસ વધવા લાગ્યા છે. કોરોનાનો કહેર ઘટતાં ટ્રાવેલ પ્રતિબંધો હળવા કરાયા હતા પરંતુ હવે પાછા કેસ આવી રહ્યાં છે. રાજકોટમાં અમેરિકાથી આવેલી ત્રણ વર્ષની બાળકી કોરોનાથી સંક્રમિત થઈ છે. બાળકીના સંપર્કમાં આવેલા લોકોના કોરોના ટેસ્ટ કરાઇ રહ્યાં છે.

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટતાં લોકોએ કોવિડ ગાઇડલાઇનનો ઉલાળિયો કર્યો છે. લોકો માસ્ક પહેર્યાં વગર જ બહાર નીકળી રહ્યાં છે,જેને કારણે ફરીવાર કોરોનાએ સ્પીડ પકડી છે. ભારતમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સતત પાંચમા દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24  કલાકમાં 12,781 નવા કેસ અને 18 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 76,700 થઈ છે. કુલ મૃત્યુઆંક 5,24,873 પર પહોંચ્યો છે. દેશમાં 4,27,07,900 લોકો કોરોના સામે જંગ જીત્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch